Wednesday, January 19, 2022
Homeદેશવેસ્ટર્ન, મધુરમ, પારિજાત કેટરર્સના ધંધાર્થીઓને ત્યાં ૨૮ લાખની જીએસટી ચોરી ઝડપાઈ

વેસ્ટર્ન, મધુરમ, પારિજાત કેટરર્સના ધંધાર્થીઓને ત્યાં ૨૮ લાખની જીએસટી ચોરી ઝડપાઈ

બિલ બનાવ્યા વગર કરચોરી કરતાં હોવાનું ધ્યાને આવતાં એસજીએસટી વિભાગની કાર્યવાહી. સ્ટેટ જીએસટી દ્રારા મંગળવારથી કેટરર્સના ધંધાર્થીઓને ત્યાં તપાસનો દૌર શ થયો હતો. જેમાં વેસ્ટર્ન, મધુરમ, પારિજાત, આકાશ કેટરર્સમાંથી ૪૮ કલાકની તપાસમાં ૨૮ લાખની જીએસટી ચોરી ઝડપાઈ હતી. કોરોનાની બીજી લહેર પછી લમાં ૪૦૦ લોકોને આમંત્રિત કરવાની છૂટછાટ મળતાં અનેક લો યોજાયા હતા અને ફરી એક વખત કેટરર્સ સહિતના ધંધાર્થીઓએ મોટી કમાણી કરી હતી અને તેના બિલ ન બનાવી કરચોરી કરી હતી. કેટરર્સના ધંધાર્થીઓને ત્યાં દરોડાનો દૌર શ થતાં ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.

કોરોનાની બીજી લહેર વખતે લમાં માત્ર ૫૦ લોકોને આમંત્રિત કરવાની છૂટ હતી. જેને પરિણામે અનેક લો રદ થયા હતા. જો કે બીજી લહેર બાદ ૪૦૦ લોકોને લમાં આમંત્રિત કરવાની છૂટ મળતાં અનેક લો યોજાયા હતા. જેમાં અમુક કેટરર્સના ધંધાર્થીઓ દ્રારા બિલ બનાવ્યા વગર કરચોરી થઈ રહ્યાનું ધ્યાને આવતાં મંગળવારથી શહેરના કેટરર્સના ધંધાર્થીઓને ત્યાં સ્ટેટ જીએસટી દ્રારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સ્ટેટ જીએસટીની ૪૮ કલાકની કાર્યવાહીમાં મધુરમ, વેસ્ટર્ન, પારિજાત, આકાશ સહિત કેટરર્સને ત્યાં દરોડાની કાર્યવાહીમાં ૨૮ લાખની કરચોરી ઝડપાઈ હતી. જીએસટીને આ કાર્યવાહીને પગલે અન્ય કેટરર્સના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. કેટરર્સ એસોસિયેશનના સભ્યોના જણાવ્યા મુજબ, કોરોના પછી અન્ય ધંધાની સાથે કેટરર્સના ધંધાર્થીઓને પણ માઠી અસર પડી હતી. તેમાં માંડ રાહત થતાં જીએસટી દ્રારા કાર્યવાહીનો દૌર શ કરવામાં આવ્યો છે. કોરોનામાંથી માંડ ઉગરી રહેલાં ધંધાર્થીઓને આ પરિસ્થિતિમાં રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular