ફિલ્મસિટી વિવાદ : શિવસેનાએ કહ્યું- યોગી હઠ પર છે, પરંતુ કોઈના બાપની હિમ્મત નથી કે તે ફિલ્મસિટીને અહીંથી લઈ જાય

0
5

શિવસેનાએ ફિલ્મસિટી વિવાદને લઈને તેના માઉથપીસ સામનામાં ઉત્તરપ્રદેશ સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. ગુરુવારે શિવસેનાએ સામનામાં લખ્યું હતું કે કોઈના બાપની હિમ્મત નથી કે તે ફિલ્મલિટીને લઈ જાય. મંગળવારે અને બુધવારે યોગીની ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકો સાથે થયેલી મુલાકાત પછી શિવસેના સતત શાબ્દિક હુમલાઓ કરી રહી છે.

સામનામાં શિવસેનાએ લખ્યું હતું, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલથી સાધુ-મહાત્મા છે. આ સાધુ-મહાત્માનું મુંબઈ માયાનગરીમાં આગમન થયું અને તે સમુદ્રતટ પર સ્થિત ઓબેરોય ટ્રાઈડેન્ટ મઠમાં રહી રહ્યા છે. સાધુ-મહારાજનો માયનગરીમાં આવવાનો મુખ્ય ઉદ્દેશ છે મુંબઈની ફિલ્મસિટીને ઉત્તરપ્રદેશમાં લઈ જવામાં આવે. અમે મહારાષ્ટ્રમાંથી કઈ પણ લઈ જવા દઈશું નહિ. કોઈના બાપની હિમ્મત નથી કે તે ફિલ્મસિટી અહીંથી લઈ જાય.

સામનાના પોઈન્ટ

  • જાણીતા અભિનેતા અક્ષય કુમાર સાથે યોગીએ મુલાકાત કરી હતી, એની તસવીરો પ્રકાશિત થઈ છે. અક્ષય કુમારના મહિમાના શું વખાણ કરવામાં આવે. તેઓ મહાન કલાકાર છે, સાથે જ તેઓ કેરીને ચૂસવાની કલામાં પણ માહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તેમની કેરી ચૂસીને ખાવાના સંદર્ભમાં કરવામાં આવેલી ચર્ચા ખૂબ જ ચર્ચિત થઈ. હવે યોગી મહારાજની પાસે તેમણે ચૂસે હુએ આમની પ્રેમકથા એવી કહાનીની સ્ક્રિપ્ટ રજૂ કરી હશે એવું લાગી રહ્યું છે.
  • યોગી મહારાજ હવે ફિલ્મ ઉદ્યોગોમાં ઊતરશે. એવામાં તેમણે આ વિષયોને મનોરંજનના ભાગના રૂપમાં જોવા જોઈએ. યોગી મહારાજને ઉત્તરપ્રદેશમાં ઉદ્યોગ-ધંધા વધારવા છે, એના માટે મુંબઈમાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન આ લોકો મુંબઈની નિંદા કરી રહ્યા હતા. હવે તે મુંબઈમાં જ આવ્યા છે.
  • મુંબઈનો વૈભવ એવો જ છે. આજે સમગ્ર દેશ ભીખ માગવાના આરે આવીને ઊભો છે. વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં વારાણસીના ગંગા તટ પર દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છતાં પણ લોકોના જીવનમાં દીવા ઓલવાઈ ગયા. મુંબઈથી લઈ જઈને યોગી મહારાજ લખન નોઈડામાં સોનાની ધૂળ કઈ રીતે ઉડાવશે ?
  • એની જગ્યાએ લખનઉ માટે કોઈ દ્વારકાધીશ શ્રીકૃષ્ણની નિમણૂક શા માટે ન કરવામાં આવે ? જોકે આ દ્વારકાધીશ પણ મુંબઈમાં જ મળે છે. કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણએ તેમના મિત્ર સુદામાના મુઠ્ઠી ભરીને ચોખા ખાધા અને એના બદલામાં સુદામાની સમગ્ર નગરીને જ સોનાની બનાવી દીધી. એવા શ્રીકૃષ્ણની શોધ કરવા માટે યોગી મહારાજ મુંબઈમાં આવ્યા છે. હવે તેમને ચોખા કોણ ખાવા આપે છે, એ જોવાનું પડશે. ઘણાં વર્ષોથી લાખો ઉત્તર ભારતીય મુંબઈમાં આર્થિક પરિશ્રમ કરીને મહેનતની રોટલી ખાય છે.