Saturday, February 15, 2025
HomeગુજરાતJAMNAGAR : નાના ભાઈના અવસાન બાદ બુઝુર્ગે ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

JAMNAGAR : નાના ભાઈના અવસાન બાદ બુઝુર્ગે ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

- Advertisement -

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક વદ્ધે પોતાના ભાઈના મૃત્યુ બાદ પોતે પણ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જામનગર નજીક ફલ્લા ગામમાં રહેતા પોલિયો ગ્રસ્ત એવા ધ્રોલ પીજીવીસીએલના કર્મચારી પોતાના ઘેર અકસ્માતે બાથરૃમમાં પટકાઈ પડયા હતા. અને હેમરાજ થઈ જતાં તેઓનું મૃત્યુ નીપજયું છે.

જામનગરમાં નવાગામ ઘેડમાં રહેતા રમેશભાઈ પરસોત્તમભાઈ મકવાણા નામના ૬૨ વર્ષના બુઝુર્ગ કે જેઓએ આજે સવારે પોતાના ઘેર પંખામાં ચુંદડી બાંધી ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

 મૃતકના નાનાભાઈ શશીકાંતભાઈ મકવાણાનું આજથી છ મહિના પહેલાં ડાયાબિટીસની બીમારીના કારણે અવસાન થયું હતું, જેનું મનમાં લાગી આવતાં પોતે પણ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા અને ધ્રોળ પીજીવીસીએલની કચેરીમાં ફરજ બજાવતા રાજેશભાઈ ડાયાભાઈ મારવાણીયા નામના ૫૨ વર્ષના કર્મચારી  કે જેઓ જમણા પગે પોલિયોગ્રસ્ત હતા, અને તેઓ પોતાના ઘેર બાથરૃમ માં જતાં અકસ્માતે નીચે પટકાઈ પડયા હતા. અને તેઓને હેમરેજ થયું હતું, અને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular