2030 સુધી રસ્તાઓ પર 30% ઇલેક્ટ્રિક વાહન હશે, પરંતુ હાલની સ્પીડથી 6% લક્ષ્ય પ્રાપ્ત કરવું મુશ્કેલ

0
46

નવી દિલ્હીઃ દેશની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી આઠ વર્ષના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, તે જ સમયે સરકારે દેશ માટે‘ઈલેક્ટ્રિક સપનું’ જોયું છે. ઈલેક્ટ્રિક વ્હીકલ પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારને ચુકવવામાં આવનાર વ્યાજ પર 1.5 લાખ રૂપિયા વધારાની ઈન્કમ ટેક્સ છૂટ પણ મળશે. પહેલેથી મળી રહેલી એક લાખની છૂટને જોડીને આ ફાયદો અઢી લાખ રૂપિયા સુધીનો થાય છે. સરકારે ઈલેક્ટિક વ્હીકલ સાથે જોડાયેલી જાહેરાત તો કરી છે, પરંતુ જોવાનું એ છે કે તેનો ફાયદો ખરેખર ગ્રાહકો સુધી પહોંચે છે કે નહિ.

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમાબાઈલ મેન્યુફેકચર્સ(સિયામ)ના આંકડા જોઈએ તો ખ્યાલ આવે કે 8 વર્ષમાં 2019નો એપ્રિલ મહીનો એવો રહ્યો છે, જેમાં સૌથી ઓછા વાહનોનું વેચાણ થયું છે. એપ્રિલ 2019માં એપ્રિલ 2018ની સરખામણીએ વાહનોના વેચાણમાં 16 ટકા ઘટાડો આવ્યો છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા આ વર્ષે સાડા સાત લાખ થઈ છે. જોકે તેમાં મોટા ભાગની સંખ્યા થ્રી વ્હીલર્સ અને ટુ વ્હીલર્સની છે. સરકારનું લક્ષ્ય છે કે 2030 સુધીમાં દેશમાં વેચાનારા 30 ટકા વાહન ઈલેક્ટ્રિક હોય. સરકાર નેશનલ ઈલેક્ટ્રિક મોબાઈલિટી મિશન પ્લાન અંતર્ગત 2020 સુધીમાં છથી સાત મિલિયન ઈલેક્ટ્રિક વાહન રસ્તાઓ પર જોવા માંગે છે, પરંતુ હાલ તે એક સપનું છે. બ્લૂમબર્ગ એનઈએફનો રિપોર્ટ કહે છે- ભારત જે ધીમીગતીથી આગળ વધી રહ્યું છે, તે હિસાબથી 2030 સુધીમાં માત્ર 6 ટકા ઈલેક્ટ્રિક વાહન રસ્તા પર હશે.

લેક્ટ્કિ વાહનોના રસ્તામાં ત્રણ પડકારો

1) ઈન્ફ્રાસ્ટ્રાકચર

માનવામાં આવી રહ્યું છે કે માર્ચ 2020 સુધી ભારતમાં પ્રથમ ઈલેક્ટ્રિક વ્હીકલ હાઈવે કોરિડોર તૈયાર થઈ જશે. યમુના એક્સપ્રેસ વે(દિલ્હી-આગ્રા) અને નેશનલ હાઈવે 48(દિલ્હી-જયપુર)ના આ સંયુક્ત કોરિડર 500 કિમી થશે. તેની પર 18 ચાર્જિગ સ્ટેશન બનાવવામાં આવશે. દિલ્હી-આગ્રા રૂટ પર 8 અને દિલ્હી-જયપુર રૂટ પર 10 ચાર્જિંગ સ્ટેશન હશે. સરકારને તેનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હશે તો આવા ચાર્જિંગ સ્ટેશન્સની સંખ્યા વધારવી પડશે.

2) કિંમત

ઈલેક્ટ્રિક વ્હીકલ્સમાં મોટી સમસ્યા કિંમતની પણ છે. ઓટો એક્સપર્ટ ટૂટ ધવન કહે છે કે ભારત જેવા દેશમાં જયા આમ લોકો બજેટ કાર ખરીદી છે, ત્યાં બેગણી કિંમત ચૂકવીને કોઈ ઈલેક્ટ્રિક કાર શાં માટે ખરીદે ? તેમાં પણ ઈલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી સૌથી મોટી સમસ્યા છે. ત્રણ વર્ષ કે પાંચ વર્ષ બાદ જયારે પણ તમારે બેટરી બદલાવવાની જરૂર પડશે તો વધુ ખર્ચ આવશે. કારણ કે ઈલેક્ટ્રિક વ્હીકલમાં 50 ટકાથી 60 ટકા કિંમત માત્ર બેટરીની જ હોય છે.

3) ચાર્જિંગ ટાઈમ

ધવના જણાવ્યા પ્રમાણે ઈલેક્ટ્રિક વ્હીકલમાં એક બીજી મુશ્કેલી તેને ચાર્જ થવામાં લાગતા સમયની છે. જોકે કંપનીઓ ક્વિક ચાર્જના નામે તેનું બ્રાન્ડિંગ તો કરે છે, પરંતુ ક્વિક ચાર્જ ઘરે થઈ શકતું નથી. ક્વિક ચાર્જ પણ ઓછામાં ઓછું એક કલાકનું હોય છે. એવામાં ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કર્યા વગર ઈલેક્ટ્રિક વ્હીકલ ભારતમાં સફળ થઈ શકતા નથી. કિંમત ઘટાડ્યા અને ડિસ્કાઉન્ટ વગર સરકારનું ઈલેક્ટ્રિક વ્હીકલનું ડ્રીમ પુુરું થવું મુશ્કેલ છે.

દેશમાં મળી રહેલી ઈલેક્ટ્રિક કાર

કાર કીંમત(એક્સશોરૂમ) રેન્જ/ચાર્જ ફુલ ચાર્જ
ટાટા ટિગોર ઈવી 9.99-10.09 લાખ 142 કિમી 6 કલાક
મહિન્દ્રા ઈ વેરિટો 13.17-13.53 લાખ 110 કિમી 8.30 કલાક
મહિન્દ્રા ઈ 20 પ્લસ 06.07-6.83 લાખ 110 કિમી 7.20 કલાક
હુન્ડાઈ કોના 25.3 લાખ 452 કિમી 6.10 કલાક
સોર્સઃ કારદેખો ડોટ કોમ

ચાર્જિંગ માટે સાઠા આઠ કલાક જોઈએ

આ ઈલેક્ટ્રિક કાર નોર્મલ ચાર્જિંગમાં સાડા આઠ કલાકનો સમય લે છે, જોકે ફાસ્ટ ચાર્જિંગ મોડમાં તે દોઢ કલાકમાં ચાર્જ થઈ શકે છે. હુન્ડાઈ કોના ડીસી ક્વિક ચાર્જરથી 57 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ શકે છે.

ઘરમાં તેને ચાર્જ કરી શકાય છે

તમે ઈચ્છો તો તમારા ઘર કે ઓફિસમાં ચાર્જિંગ પોઈન્ટ લગાવી શકો છે. હુંન્ડાઈની કોનાની સાથે તો ગ્રાહકોને બે ચાર્જર મળશે. એક એસી વોલ બોક્સ ચાર્જર. બીજું પોર્ટેબલ ચાર્જર. આ પોર્ટેબલ ચાર્જરને કોઈ પણ 15AMPની નોર્મલ થ્રી પિન સોકેટમાં લગાવીને તમે કારને ચાર્જ કરી શકશો.

2020 સુધીમાં ભારતમાં લોન્ચ થનાર અગ્રણી ઈલેક્ટ્રિક કાર

કંપની મોડલ
ઓડી ઈ-ટ્રોન
એમજી ઈજીએસ
ટાટા અલ્ટ્રોજ ઈવી
મારૂતિ વેગેનઆર-ઈવી
ફોર્ડ એસ્પાયર ઈવી
મહિન્દ્રા ईKUV100

ત્રણ દેશમાં જયાં ઈલેક્ટ્રિક વ્હીકલનું સૌથી વધુ વેચાણ થાય છે

દેશ વાર્ષિક વેચાણ
ચીન 10,53,000
અમેરિકા 3,61,000
નોર્વે 73,000