બપોરના 6 વાગ્યા સુધીમાં 6 મનપામાં 41ટકા થયુ મતદાન, સૌથી વધુ જામનગરમાં 49 ટકા

0
9

રાજ્યમાં આજે 6 મનપાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ,વડોદરા, સુરત,રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાઈનમાં જોવા મળ્યા હતા. સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જો કે કોરોનાને કારણે ધીમું મતદાન થઈ રહ્યું હતું. જેને કારણે રાજકીય પક્ષો મતદાન વધારવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું. 6 વાગતા જ મતદાનનો સમય પુરો થઈ ગયો છે અને મતદાન બુથ પર હાજર લોકોને જ મતદાન કરવા દેવાશે. રાજ્ય ચૂંટણીપંચની વેબસાઈટ મુજબ, બપોરના 6 વાગ્યા સુધીમાં 6 મનપામાં 41ટકા જ મતદાન થયું છે.

6 મનપામાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન 37 ટકા જ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ મતદાન જામનગરમાં 49 ટકા મતદાન નોંધાયું છે.

રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટમાં જાહેર થયેલી મતદાનની ટકાવારી

રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટમાં જાહેર થયેલી મતદાનની ટકાવારી

– રાજકોટ અને વડોદરામાં આપના કાર્યકરો સામ સામે આવતા મામલો ગરમાયો હતો. જ્યારે અમદાવાદના મેઘાણીનગરના ભગવતી વિદ્યાલય પાસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી જતા બોલચાલી થઈ હતી. મેઘાણીનગર પોલીસ અને એસીપી સહિતનો કાફલો દોડી આવ્યો અને લોકોને દૂર કર્યા હતા. તેમજ ધારાસભ્ય બલરામ થાવાણી પણ દોડી ગયા હતા.

– રાજકોટ લક્ષ્મીનગર મેઈન રોડ પર કાર્યાલયમાં તોડફોડની ચર્ચા અંગે મામલો ઉગ્ર બનતા આપના કાર્યકરો પર હુમલો થયો હતો.

– અમદાવાદના પાલડી વોર્ડમાં મોબાઈલ ફોન પર વાત કરવા મામલે મતદાન કરવા આવેલા યુવકની મતદાન અધિકારી ઝઘડો થતા ભાઈ બહેન મતદાન કર્યા વિના પરત ગયા હતા.

– અમદાવાદના નરોડામાં હસપુરા ગામના બૂથમાં બબાલ થઈ હતી. બૂથમાં આઈકાર્ડ વગરના વ્યક્તિ EVMની બાજુમાં બેઠા હતા. જેને લઈને સ્થાનિકે બબાલ કરી હતી. સવારથી લઈને અત્યાર સુધી આ વ્યક્તિ કોઈ નિમણૂક પત્ર વગર બેઠા હતા.

– અમદાવાદના નારણપુરામાં રહેતા જયેશ શાહે દિવ્યાંગ દીકરા મિતુલ શાહ સાથે મતદાન કર્યું હતું

વરરાજાઓનું મતદાન

સપ્તપદીના સાત ફેરા ફરવા માટે જાન લઇને જઇ રહેલા વડોદરાના યુવાને મતદાનનો પોતાનો અધિકાર પૂરો કર્યો હતો. આઇ.ટી. કંપનીમાં સેલ્સ માર્કેટીંગમાં નોકરી કરતા યુવાનની સાથે તેના માતા-પિતા, ભાઇ-ભાભી સહિત જાનમાં જનાર અન્ય કુટુંબીજનોએ પવિત્ર મતદાનના અધિકારને પૂરો કર્યો હતો. જ્યારે અમદાવાદના થલતેજમાં લગ્ન અગાઉ વરરાજા અને જાનૈયાઓ પણ મતદાન કર્યું છે. જ્યારે અસારવામાં પણ વરરાજાએ મતદાન કર્યું હતું.

– રાજકોટની કે.જી. ધોળકીયા સ્કૂલના મતદાનમથક પર રુમ નં. 4માં EVMમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ હરસોડાનું બટન બગડવાનું સામે આવતા ચૂંટણી અધિકારીને ફરીયાદ કરતા મતદાન અટકાવાયું.

– કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પરિવાર સાથે મતદાન કર્યું છે.

– રાજકોટમાં સૌથી પહેલા 75 વર્ષીય દાદાએ મતદાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય તેમજ સાંસદ મતદાન કરવા પહોંચ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું.

– અમદાવાદમાં પણ નોકરીયાતો સવારે 7 વાગ્યાથી મતદાન કેન્દ્રો પર વોટ આપવામાં આવી પહોંચ્યા છે.

– સુરત અને વડોદરામાં પણ મોટી સંખ્યામાં મતદારો આવી રહ્યા છે. છેલ્લી એક કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં અને ભાવનગરમાં 5 ટકા મતદાન થયું છે, ત્યારબાદ વડોદરા 4 ટકા, સુરત 4 ટકા, રાજકોટ 3 ટકા, જામનગર 3 ટકા મતદાન થયું છે.

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરિટ સોલંકીએ પરિવાર સાથે મતદાન કર્યું

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરિટ સોલંકીએ પરિવાર સાથે મતદાન કર્યું

શું છે અમદાવાદમાં મતદાનની સ્થિતિ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા 75 વર્ષની ઉંમરે પગમાં ચાલવાની તકલીફ હોવા છતાં તેઓ રીક્ષા કરી અને બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે મતદાન કરવા આવ્યા હતા. મતદાન બાદ તેઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મારા પગ ચાલશે ત્યાં સુધી હું મારા મતાધિકારનો ઉપયોગ કરીશ. લાઈનમાં ઉભુ રહેવું પડે છે. મતદાન સમયે પ્રગતિનગર, નારણપુરા મતદાન કેન્દ્રમાં ગ્લોવ્ઝ અપાતા ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

75 વર્ષીય વૃદ્ધે લાકડીના ટેકે કર્યું મતદાન

75 વર્ષીય વૃદ્ધે લાકડીના ટેકે કર્યું મતદાન

શું છે રાજકોટમાં મતદાનની સ્થિતિ?

રાજકોટમાં લોકશાહીના મહાપર્વ સમી રાજકોર મહાનગરપાલિકાની ચૂંટણીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શુભારંભ થઈ ગયો છે. વહેલી સવારથી જ રાજકોટવાસીઓએ મતદાન કરવાનું શરૂ કર્યું છે. સૌ પ્રથમ 75 વર્ષના વૃદ્ધે લાકડીના ટેકે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું છે અને લોકશાહીના મહાપર્વનો શુભારંભ કર્યો છે. તે ઉપરાંત ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ સામાકાંઠે શાળા નંબર 75 ખાતે મતદાન કર્યું છે.

જ્યારે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ બારદાનવાલા સ્કૂલમાં મતદાન કર્યું છે. ભાજપના સિનિયર નેતા નીતિન ભારદ્વાજે મતદાન કર્યુ હતું, તેમણે કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મતદાન કર્યું હતું, મતદાન બાદ ભાજપના ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે મતદાન કર્યું હતું, મતદાન બાદ ભાજપના ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપના સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ મતદાન કર્યું.

ભાજપના સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ મતદાન કર્યું.

શું છે સુરતમાં મતદાનની સ્થિતિ?

એશિયાના સૌથી વધુ ઝડપથી વિકસતા સુરત શહેરની મહાનગરપાલિકાના કાઉન્સિલર બનાવા માટેની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે.ચૂંટણી જંગમાં કુલ 484 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. મહાનગર પાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાટીના 114 ઉમેદવારે મેદાનમાં ઉતર્યા છે. જેની સામે અપક્ષ 55 અને અન્ય પાર્ટી 78ના ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યાં છે. અંદાજે 32.88 લાખથી વધુ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને કાઉન્સિલર માટે મતદાન કરી રહ્યા છે.

વડોદરામાં મતદારો સવારથી જ મતદાન કરવા પહોંચી ગયા હતા

વડોદરામાં મતદારો સવારથી જ મતદાન કરવા પહોંચી ગયા હતા

શું છે વડોદરામાં મતદાનની સ્થિતિ?

વડોદરા મહાનગરપાલિકાની 19 વોર્ડની 76 બેઠકો માટે નિર્ધારીત સમયે સવારે 7 કલાકે શરૂ થઇ ગયું છે. જેમાં 280 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. લોકો સવારથી જ મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી ગયા હતા. આજે વડોદરામાં 14.46 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કેટલાક સ્થળોએ મતદાન સ્પીલો ન મળતા મતદારો અટવાઈ ગયા હતા અને તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

જામનગરમાં 8 વાગ્યા સુધીમાં 3 ટકા મતદાન

જામનગર મનપા ચૂંટણી માટે 645 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 8 વાગ્યા સુધીમાં એટલે કે પ્રથમ કલાકમાં 3 ટકા મતદાન થયું છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ પરિવાર સાથે મતદાન કર્યું છે. તેમણે વોર્ડ નં.5માં શિશુ વિહાર સ્કૂલમાં મતદાન કર્યું છે. જામ્યુકોના 16 વોર્ડની 64 બેઠક માટે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે.

ભાવનગરમાં પ્રથમ બે કલાકમાં 8 ટકા મતદાન

ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠક માટે મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 9 વાગ્યા સુધીમાં ભાવનગરમાં 8 ટકા મતદાન થયું છે. ધીરે-ધીરે મતદારો મત આપવા મતદાન મથકે પહોંચી રહ્યાં છે. ભાવનગર શહેરમાં યુનિવર્સિટી પાસે આવેલા બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે મતદાન મથક પર આજે 84 વર્ષના દાદા નટુભાઈ વોરાએ જન્મદિવસે મતદાન કરી જન્મદિવસની ઉજવણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here