ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી જાહેર, 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરે મતગણતરી યોજાશે

0
17

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની પેટાચૂંટણીની આજે જાહેરાત થઈ ગઈ છે. આઠ બેઠકની પેટાચૂંટણી કોરોનાની મહામારી વચ્ચે જાહેરાત કરવામાં આવી છે. આ 8 બેઠકની પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

ગઢડા, લીંબડી, ડાંગ સહિત આઠ બેઠક પર પેટાચૂંટણી યોજાશે
ગુજરાત વિધાનસભાની ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબડાસા અને કપરાડા આ આઠ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. અગાઉ આ આઠ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. પરિણામે, કોંગ્રેસ દ્વારા આ બેઠકો માટે સક્ષમ ઉમેદવારોની શોધ ચલાવવામાં આવી રહી છે. આ માટે બેઠકદીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી, જેની પ્રાથમિક ત્રણ નામોની યાદી હાઇકમાન્ડ સમક્ષ મોકલી આપવામાં આવી છે.

ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દો પર કોંગ્રેસની રણનીતિ
હાલના કોરોના સંજોગોમાં વર્તમાન ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની કામગીરી ખરડાયેલી છે. એકબાજુ, ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મામલે પ્રજા ત્રાહિમામ્ પોકારી ઊઠી છે, એને ધ્યાનમાં રાખીને પેટાચૂંટણીની રણનીતિ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધનો વંટોળ ઊપડ્યો છે. એવા સંજોગોમાં વધુ ને વધુ બેઠકો જીતવા કોંગ્રેસ કમર કરી રહી છે.

આઠેય બેઠક પૈકીના પાંચ બેઠકના ઉમેદવારો મોટે ભાગે નિશ્ચિંત
ભાજપના આગેવાનોની કમલમ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કૃષિ બિલના સંદર્ભે ગામડે-ગામડે જઈ ખાટલા બેઠક કરવામાં આવશે. આ બેઠકોને પરિણામે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારના વિરોધમાં પ્રચારને ખાળશે. તો વિધાનસભાની આઠેય બેઠક પૈકીની પાંચ બેઠકના ઉમેદવારો મોટે ભાગે નિશ્ચિંત છે, જયારે બાકીની બેઠકો પર નામની યાદી તૈયાર કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here