ચૂંટણી કમીશનનો નિર્ણય : વિવિધ રાજ્યોની 65 સીટ માટે પેટા ચૂંટણી પણ બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે જ કરાવવામાં આવશે, કમીશને કહ્યું- યોગ્ય સમયે તારીખની જાહેરાત કરાશે

0
4

ચૂંટણી કમીશને કહ્યું છે કે અલગ-અલગ રાજ્યોની 65 પેટા ચૂંટણીઓ માટેનું વોટિંગ બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે જ કરાવવામાં આવશે. કમીશને શુક્રવારે થયેલી બેઠકમાં આ નિર્ણય કર્યો છે. આ માટેનું કારણ એવું જણાવવામાં આવ્યું છે કે સુક્ષાદળોની મુવમેન્ટ અને બીજી વ્યવસ્થાઓમાં સરળતા રહેશે. આ સિવાય એમ પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણીની તારીખ યોગ્ય સમય આવવા પર જાહેર કરવામાં આવશે.

64 વિધાનસભા સીટો, એક સંસદીય સીટ પર પેટા ચૂંટણી થશે

બિહાર વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બર સુધી છે. તે પહેલા ચૂંટણી થવાની છે. ચૂંટણી કમીશને જણાવ્યું કે અલગ-અલગ રાજ્યોની 64 વિધાનસભા સીટો અને એક સંસદીય સીટ પર પેટા ચૂંટણી થવાની છે. જોકે ઘણા રાજ્યોમાં વરસાદ અને કોરોના મહામારીના પગલે પેટા ચૂંટણી ટળે તેવી પણ શકયતા છે. આવા રાજ્યોના મુખ્ય સેક્રેટરી અને મુખ્ય ચૂટણી અધિકારીઓના રિપોર્ટ અને ઈનપુટનો રિવ્યુ કરતા બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન જ પેટા ચૂંટણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here