Friday, August 6, 2021
Homeમધ્યપ્રદેશમાં 27 સીટો પર પેટાચૂંટણી : કોંગ્રેસે 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર...
Array

મધ્યપ્રદેશમાં 27 સીટો પર પેટાચૂંટણી : કોંગ્રેસે 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ફૂલ સિંહ બરૈયાને ભાંડેરથી ટિકિટ, તુલસી સિલાવટની સામે સાંવેરથી પ્રેમચંદ ઉતરશે

મધ્યપ્રદેશમાં 27 સીટો પર થનારી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે શુક્રવારે 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તેમાં ફૂલ સિંહ બરૈયાને ભાંડેરમાંથી ટિકિટ મળી છે. જ્યારે સાંવરમાંથી પ્રેમચંદ ગુડ્ડૂને ટિકિટ આપવામાં આવી છે. તે ભાજપ સરકારમાં મંત્રી તુલસી સિલાવટની સામે હશે. ચૂંટણી પંચે પેટાચૂંટણીની તારીખોની હજી જાહેરાત કરી નથી.

એમ કહેવાઈ રહ્યું છે કે આ લિસ્ટ દિલ્હીમાંથી ફાઈનલ થયું છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ તેના માટે દિલ્હી ગયા હતા. ભાજપે અત્યાર સુધીમાં એક પણ ઉમેદવારની જાહેરાત કરી નથી. જોકે સાંવેરથી સિલાવટ ચૂંટણી લડશે તે નક્કી છે.

ઉમેદવારોની યાદી

સીટ ઉમેદવારનું નામ
ભાંડેર ફૂલ સિંહ બરૈયા
દિમાની રવિન્દ્ર સિંહ તોમર
અંબાહ સત્યપ્રકાશ સિકરવાર
ગોહદ મેવારામ જાટવ
ગ્વાલિયર સુનીલ શર્મા
ડબરા સુરેશ રાજા
કરૈરા પ્રાગીલાલ જાટવ
બમોરી કન્હૈયા લાલ અગ્રવાલ
અશોક નગર આશા દોહરે
અનૂપપુર વિશ્વનાથ સિંહ
સાંચી મદનલાલ ચૌધરી
આગર માલવા વિપિન વાનખેડે
હાટપિપલ્યા રાજવીર સિંહ બધેલ
નેપાનગર રામસિંહ પટેલ
સાંવેર પ્રેમચંદ ગુડ્ડૂ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments