બેન્કિંગ : જાન્યુઆરી 2020 સુધીમાં નાના ઉદ્યોગોનું એનપીએ વધીને 12.5% થઇ ગયું, સરકારી બેંકોની બેડ લોન સૌથી વધુ

0
12

નવી દિલ્હી. માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ (MSME) ક્ષેત્રમાં બેડ લોન જાન્યુઆરી 2020 સુધીમાં વધીને 12.5% થઈ ગઈ છે. ટ્રાન્સ્યુનિયન સિબિલ અને SIDBI ના અહેવાલોમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ)નો ગુણોત્તર માઇક્રો સેગમેન્ટમાં 9% અને નાના અને મધ્યમ સેગ્મેન્ટમાં 11% સુધી પહોંચી ગયો છે.

જાહેર ક્ષેત્રની બેંકોની 19% લોન એનપીએ

લેન્ડરોના કિસ્સામાં, MSMEમાં ખાનગી ક્ષેત્રની બેંકોની માત્ર 3થી 5% લોન એનપીએ કેટેગરીમાં છે. તેની સામે જાહેર ક્ષેત્રની બેંકોના એનપીએ ડિસેમ્બર 2018માં 18%થી વધીને ડિસેમ્બર 2019માં 19% થઈ ગયું છે. આ સિવાય નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી)માં પણ એનપીએ વધ્યા છે. બેલેન્સશીટ મુજબ, જાન્યુઆરી 2020 સુધીમાં એનબીએફસીનો કુલ કોમર્શિયલ લેન્ડિંગ એક્સપોઝર રૂ. 64.55 લાખ કરોડ હતું. તેમાંથી રૂ. 17.75 લાખ કરોડનું ધિરાણ એક્સપોઝર MSME પર છે.

સરકારી બેંકોએ તેમની હિસ્સેદારી પછી મેળવી

રસપ્રદ વાત એ છે કે, સરકારી બેંકોએ MSME સેગમેન્ટમાં પોતાનો હિસ્સો પાછો મેળવી લીધો હતો જે શેડો લેન્ડર્સે છીનવી હતો. ડિસેમ્બર 2019 સુધીમાં, MSME લોન સેગમેન્ટમાં જાહેર ક્ષેત્રની બેંકોનો કુલ હિસ્સો 49.8% હતો. તેમાં 59% હિસ્સેદારી સાથે માઇક્રો સેગમેન્ટ ટોચ પર છે.

કોમર્શિયલ ક્રેડિટ એક્સપોઝરની સ્થિતિ (રકમ રૂ. લાખ કરોડમાં)

સમય બહુ નાના માઈક્રો-1 માઈક્રો-2 સ્મોલ મીડીયમ લાર્જ ઓવરઓલ
ડિસેમ્બર 2017 0.75 1.85 1.26 7.67 4.32 37.16 53.01
ડિસેમ્બર 2018 0.89 2.2 1.5 8.91 4.79 43.35 61.63
ડિસેમ્બર 2019 0.93 2.15 1.44 8.74 4.68 46.1 64.04
જાન્યુઆરી 2020 0.88 2.17 1.46 8.72 4.51 46.72 64.45

 

રૂપિયામાં લોનની રકમ: ખૂબ નાનો= 10 લાખથી ઓછો, માઇક્રો-1= 10થી 50 લાખ, માઇક્રો-2= 50 લાખથી 1 કરોડ, સ્મોલ= 1થી 15 કરોડ, મીડીયમ= 15થી 50 કરોડ, લાર્જ= 50 કરોડથી વધુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here