Tuesday, September 21, 2021
Homeરસીના ડોઝના ઉત્પાદન માટે એડવાન્સ પેમેન્ટ કરી, સરકારે લગભગ 4500 કરોડ રુપિયા...
Array

રસીના ડોઝના ઉત્પાદન માટે એડવાન્સ પેમેન્ટ કરી, સરકારે લગભગ 4500 કરોડ રુપિયા ચુકવ્યા

દેશમાં બેકાબૂ બનેલા કોરોનાની રફતાર પર બ્રેક મારવા માટે સરકાર રસીકરણ અભિયાનને વેગ મળે તેવા પ્રયાસો હવે કરી રહી છે.

સરકારે 18 વર્ષથી વધુ વયનાને વેક્સીન લગાવવાની છુટ તો આપી જ દીધી છે પણ હાલમાં ભારતમાં ઉપલબ્ધ બે રસીઓનો સપ્લાય ના રોકાય તે માટે સરકારે સીરમ ઈન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેક એમ બે કંપનીઓને જુલાઈ મહિના સુધીના રસીના ડોઝના ઉત્પાદન માટે એડવાન્સ પેમેન્ટ પણ કરી દીધુ છે. આ માટે સરકારે લગભગ 4500 કરોડ રુપિયા ચુકવ્યા છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કોવિશિલ્ડનુ ઉત્પાદન કરતા સિરમ ઈન્સ્ટિટ્યુટને 3000 કરોડ અને કોવેક્સિન બનાવતી હૈદ્રાબાદની ભારત બાયોટેકને 1500 કરોડ રુપિયાનુ એડવાન્સ પેમેન્ટ કરવામાં આવ્યુ છે. ગયા સપ્તાહે સરકારે ભારત બાયોટેકના બેંગ્લોર સ્થિત પ્લાન્ટ માટે 65 કરોડની ગ્રાંટને પણ મંજૂરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ઘણા રાજ્યોએ કોરાનાની રસીનો પૂરતો સપ્લાય નહીં મળતો હોવાની ફરિયાદ કરી છે. મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં તો રસીના અભાવે રસીકરણ કેન્દ્રો પરમ બંધ કરવા પડ્યા હતા. બીજી તરફ સીરમ ઈન્સ્ટિટ્યુટના સ્થાપક અદાર પૂનાવાલાએ પણ કહ્યુ હતુ કે, વેક્સીન ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે અમને 3000 કરોડ રુપિયાની સહાયની જરુર છે.

સરકારનુ એડવાન્સ પેમેન્ટ દવા કંપનીઓને પણ તેમની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કામ લાગશે તેવુ મનાઈ રહ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments