ભૂલથી પણ ન સૂતા સ્માર્ટફોન પાસે રાખીને, બહુ ખરાબ અસર પડે છે સેક્સ લાઇફ પર

0
6

સ્માર્ટફોનના વધારે પડતા ઉપયોગની અસર મન પર પડી રહી છે, જેની સીધી અસર લોકોના યૌન જીવન પર પડી રહી છે, આ વાતનો ખુલાઅસો તાજેતરના એક રિસર્ચમાં થયો છે.

મોરક્કોના કાસાબ્લાંકામાં શેખ ખલીફા બેન જાયદ આંતરરાષ્ટ્રીય વિશ્વવિધ્યાલય હોસ્પિટલના યૌન સ્વાસ્થ્ય વિભાગે ખુલાસો કર્યો છે કે, રિસર્ચમાં શામેલ કરવામાં આવેલ લગભગ 60 ટકા લોકોએ સ્માર્ટફોનના કારણે તેમના યૌન જીવનમાં સમસ્યા થઈ રહી છે એ વાતનો સ્વિકાર કર્યો છે.

મોરક્કો વર્લ્ડ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર, સાયન્ટિસ્ટ રિસર્ચના પૂરાવા આપતાં જણાવે છે કે, બધા જ 600 પ્રતિભાગીઓ પાસે સ્માર્ટફોન જતા અને તેમાંથી 92 ટકા લોકોએ રાત્રે તેનો ઉપયોગ કરે છે તે સ્વિકાર્યું.

આમાંથી માત્ર 18 ટકા લોકોએ જ રાત્રે તેમના ફોનને બેડરૂમમાં ફ્લાઇટ મોડમાં રાખવાની વાત કહી.

રિસર્ચમાં જાણવા મળ્યું કે, સ્માર્ટફોને 20 થી 45 વર્ષની ઉંમરના લોકોને નકારાત્મક રૂપે પ્રભાવિત કર્યા, જેમાં 60 ટકા લોકે કહ્યું કે, ફોને તેમની યૌન ક્ષમતાને પણા પ્રભાવિત કરી છે.

રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં અવયો છે કે, લગભગ 50 ટકા લોકોએ યૌન જીવન સરસ રીતે જીવવાની વાત કરી, કારણકે તેમણે લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો નહોંતો.

અમેરિકાની એક કંપની શ્યોરકૉલે એક સર્વેમાં જણાવ્યું કે, લગભગ ત્રણ-ચતુર્થાશ લોકોએ સ્વિકાર્યું કે, તેઓ રાત્રે સૂતી વખતે સ્માર્ટફોન પથારીની બાજુમાં કે પોતાની પાસે રાખે છે. જે લોકો ફોન પાસે રાખીને સૂવે છે, તેમણે ફોન દૂર થતાં ડર કે ચિંતા અનુભવવાની વાત કહી.

રિસર્ચમાં ભાગ લેનાર ત્રીજા ભાગના લોકોએ એમ પણ સ્વિકાર્યું કે, ઇનકમિંગ ફોનનો જવાબ આપવો પડતો હોવાથી પણ સેક્સમાં અડચણ પહોંચે છે.