PMનું રાષ્ટ્રને સંબોધન : મોદીએ કહ્યું- દિવાળી-છઠ્ઠ પુજા એટલે કે નવેમ્બર સુધી 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો ચણા મફત આપવામાં આવશે

0
8

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધિત કર્યો હતો. તેમણે ગરીબ પરિવારો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે હવે ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવાળી અને છઠ્ઠ સુધી એટલે કે નવેમ્બરના અંત સુધી ચાલુ રહેશે. આ અંતર્ગત સરકાર ગરીબ પરિવારોના દરેક સભ્યને 5 કિલો ઘઉં અથવા 5 કિલો ચોખા મફત આપશે. આ સિવાય પ્રત્યેક પરિવારને દર મહિને 1 કિલો ચણા પણ મફત આપવામાં આવશે.

 

 

મોદીના ભાષણની મહત્વની બાબતો

અનલોકમાં બેદરકારી વધી, સતર્કતા બતાવવાની જરૂરિયાત

મોદીએ કહ્યું કે વિશ્વ સાથે સરખામણી કરીએ તો ભારતમાં કોરોનાના મામલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે અનલોકમાં બેદરકારી વધી રહી છે. લોકોએ લોકડાઉની જેમ સાવધાની રાખવાની જરૂર છે. જે લોકો નિયમોનું પાલન કરશે નહિ, તેમને ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પડશે.

કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ખૂબ ધ્યાન રાખવું પડશે

વડાપ્રધાને કહ્યું કે ભલે આપણે 2 ગજ અંતર અને વીસ સેકન્ડે હાથ ધોવાને લઈને સાવધાન થયા છીએ પરંતુ આજે જ્યારે વધુ સાવધાનીની જરૂર છે ત્યારે બેદરકારી વધવી તે ચિંતાનો વિષય છે. લોકડાઉન દરમિયાન ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. હવે સરકારોએ, દેશના નાગરિકોએ ફરીથી એ જ પ્રકારની સાવધાની બતાવવાની જરૂરિયાત છે. કન્ટેન્ટમેન્ટ ઝોન પર ખાસ ધ્યાન આપવું પડશે.

કોઈ પણ નિયમોથી ઉપર નથી

વડાપ્રધાને કહ્યું કે તમે તાજેતરમાં ન્યુઝ પેપરમાં જોયું હશે કે એક દેશના વડાપ્રધાનને 13 હજારનો દંડ એટલે ફટકારવામાં આવ્યો કે તેઓ માસ્ક પહેર્યા વગર ગયા હતા. ભારતમાં પણ સ્થાનિક પ્રશાસને આવી જ કડકાઈથી કામ કરવું જોઈએ. અહીં 130 ભારતીયોની રક્ષા એ એક અભિયાન છે. ગામનો સરપંચ હોય કે દેશના વડાપ્રધાન કોઈ પણ નિયમોથી ઉપર નથી.

સરકારે સોમવારે અનલોક-2ની ગાઈડલાઈન્સ બહાર પાડી છે. વડાપ્રધાન આ છઠ્ઠી વખત કોરોના મહામારીના સમયમાં રાષ્ટ્રને સંબોધશે.

વડાપ્રધાન મોદીના કોરોના મહામારી દરમિયાનના અત્યાર સુધીનો સંબોધનો

  • પ્રથમ સંબોધન- 19 માર્ચઃ જનતા કર્ફ્યૂની જાહેરાત.
  • બીજું સંબોધન- 24 માર્ચઃ 21 દિવસનું લોકડાઉન.
  • ત્રીજું સંબોધન- 3 એપ્રિલઃ દીપ પ્રગટાવાની અપીલ.
  • ચોથું સંબોધન- 14 એપ્રિલઃ લોકડાઉન-2ની જાહેરાત.
  • પાંચમું સંબોધન- 12 મેઃ 20 લાખ કરોડના આર્થિક પેકજની જાહેરાત, લોકડાઉન 4.0ની જાહેરાત.