અરવલ્લી : ધનસુરાના શિવપુરા કંપા પાસે ગમખ્વાર અકસ્માતમાં બાયડના આશાસ્પદ યુવાન વેપારીનું મોત.

0
12

ધનસુરા-હિંમતનગર હાઈવે પર કિશોરપુરા ચોકડી નજીક ટ્રકે ધડાકાભેર કારને ટક્કર મારતા કારણ બે ઉભા ફાડીયા થઇ જતા કારમાં સવાર બાયડના યુવાન વેપારીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. કારમાં સવાર મહિલા અને બાળકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. બાયડના યુવાન વેપારીનું મોત થતા પંથકમાં ભારે શોકગની છવાઈ હતી.

બાયડમાં કિરાણાની દુકાન ધરાવતા દિગંત પટેલ તેમના પરિવાર સાથે હિંમતનગર કાર લઈને નીકળ્યા હતા. ધનસુરા-હિંમતનગર હાઈવે પર કિશોરપુરા ચોકડી નજીક માતેલા સાંઢની માફક આવી રહેલા ટ્રકે ધડાકાભેર કારને ટક્કર મારતા કારના બે ટુકડા થવાની સાથે કડૂચાલો વળી ગયો હતો. ટ્રકની ભયાનક ટક્કર થી ટક્કરનો અવાજ સાંભળી કોઈ અનહોની ઘટના બની હોવાના અણસાર સાથે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને કારમાં જ યુવાનનું મોત થતા મૃતક યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. કારમાં સવાર મહિલા અને બાળકીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની ઘટનાના પગલે મૃતક યુવકના પરિવારજનો તેમજ મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. અકસ્માતને પગલે દોડી આવેલ પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here