સુરેન્દ્રનગરના વઢવાણના ૧૦ ગામોમાં પેટા ચુંટણીના પડઘમઃ ૧૩મીએ મતદાન

0
59

વઢવાણ તાલુકામાં ૧૦ જેટલી ગ્રામ પંચાયતોમાં વોર્ડની પેટા ચૂંટણીનું જાહેરનામુ બહાર પડાયુ છે. આથી સરપંચ અને વોર્ડના સભ્ય માટે જરૂર પડશે તો તા.૧૩-૧૦-૧૯ રવિવારે મતદાન યોજાનાર છે. ત્યારે વહીવટી તંત્રે આ માટે તૈયારીઓ શરૂ કરી છે. વઢવાણ તાલુકાના ૪૫ જેટલા ગામોમાં સરપંચ અને વોર્ડના સદસ્યોની વરણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દ્વારા થાય છે. ત્યારે નાના કેરાળા ગામમાં સરપંચ અને ૯ ગામોમાં વોર્ડની પેટાચૂંટણી જાહેર થઇ છે.

પ્રાણગઢ વોર્ડનં.૫, ખોલડીયાદ વોર્ડનં.૮, વસ્તડી વોર્ડ નં.૭, રામપરા વોર્ડનં.૬, નાના કેરાળા વોર્ડનં.૬, બાળા વોર્ડન.૮ અને બલદાણા વોર્ડનં.૫ની ચૂંટણી થનાર છે. જેમાં બલદાણાને બાદ કરતા તમામ બેઠકો પર અનુસુચીત જાતી કે અનુસુચીત જન જાતી અનામત બેઠક છે. આ ગામોમાં જરૂર પડશે તો તા.૧૩ ઓકટોબરના રવિવારે મતદાન યોજાનાર છે. જ્યારે મતગણતરી તા.૧૫-૧૦-૧૯ના રોજ કરવામાં આવનાર છે. આથી મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીમાં તૈયારીઓની દોડધામ શરૂ થઇ છે.

નાના કેરાળા ગામમાં હાલ અનુસુચીત જન જાતીનો એક પણ મતદાર રહેતો નથી. આમ છતા સરપંચની બેઠક અનુસુચીત જન જાતી અનામત જાહેર થઇ હતી. આથી વારંવાર પેટાચૂંટણી જાહેર કરવા છતા ચૂંટણીના ફોર્મ ભરાતા નથી. આમને આમ ત્રણ વર્ષ થવા છતા કાયદાકીય કે બંધારણીય ગુંચ ન ઉકેલાતા વારંવાર સરપંચ ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here