CAAના વિરોધમાં અમદાવાદમાં હિંસા બાદ વડોદરા પોલીસ એલર્ટ, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને RAFની ટીમોએ ફ્લેગ માર્ચ કરી

0
24
વડોદરાઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધને પગલે વડોદરા પોલીસ અને આર.એ.એફ.ની ટીમોએ આજે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.

આજે સવારથી પોલીસ અને આર.એ.એફ.ની ટીમોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું
અમદાવાદમાં થયેલી હિંસાને પગલે વડોદરા પોલીસ એલર્ટ થઇ ગઇ છે. અને આજે સવારથી જ વડોદરા પોલીસ અને આર.એ.એફ.ની ટીમોએ પાણીગેટ, જૂનીગઢી, યાકુતપુરા ફતેપુરા, પાંજરીગર મહોલ્લો, હાથીખાના અને માંડવી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here