Thursday, August 5, 2021
Homeકેબિનેટમાં નિર્ણય - કોરોનાનો અંત દેખાતો નથી, રાજ્ય સરકાર માસ્ક-સેનેટાઇઝિંગ માટે ખાસ...
Array

કેબિનેટમાં નિર્ણય – કોરોનાનો અંત દેખાતો નથી, રાજ્ય સરકાર માસ્ક-સેનેટાઇઝિંગ માટે ખાસ ઝુંબેશ શરૂ કરશે

ગાંધીનગર ખાતે મળેલ કેબિનેટની બેઠક.

સીએન 24,ગુજરાત

અમદાવાદઆજે રાજ્ય કેબિનેટ બેઠક મળી હતી જેમાં કોરોના બાદ શરૂ થયેલા અનલોક-1 માં રાજ્યના તમામ નાગરિકો ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ જાળવે આ ઉપરાંત માસ્ક અને સેનેટઇઝિંગ માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનો બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હોવાનું નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું છે.
સંક્રમણ ચાલુ છે તે ભૂલવું જોઈએ નહીં
નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે મળેલી કેબિનેટ બેઠકમાં કોરોનાની સ્થિતિ ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ બીમારી સામે આરોગ્ય વિભાગ દ્વારા જે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેનું પ્રેઝન્ટેશન આરોગ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ મુખ્યમંત્રી રૂપાણીએ તમામ મંત્રીઓને હાઈપાવર કમિટી દ્વારા જે નિર્ણયો અને કામગીરી કરવામાં આવે છે તેનાથી માહિતગાર કર્યા હતા અને પ્રેઝન્ટેશનની વિગતો રજુ કરી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે આજે અનલોક ચાલુ છે અને લોકડાઉન ભૂતકાળ બની ચૂક્યો છે પરંતુ સંક્રમણ ચાલુ છે તે ભૂલવું જોઈએ નહીં એટલું જ નહીં નજીકના ભવિષ્યમાં પણ કોરોનાવાઈરસનો અંત નથી દેખાતો, ત્યારે રાજ્યના નાગરિક સરકારે બનાવેલા તમામ નિયમોનું ફરજીયાત પાલન કરે જેમ કે સોશિયલ ડિસ્ટન્સ રાખવા તેમજ માસ્ક પહેરવાની અપીલ સાથે વિશેષ ઝુંબેશ ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં પ્રધાનમંડળના તમામ મંત્રીઓ દ્વારા જન જાગૃતિ માટે અનલોક બાદના નવા નિયમો માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments