કેબિનેટ સચિવ રાજીવ ગૌબા આજે 13 શહેરના અધિકારી સાથે મિટિંગ કરશે, લોકડાઉનની સ્ટ્રેટજી અંગે થઈ શકે છે ચર્ચા

0
7

નવી દિલ્હી.  કેબિનેટ સચિવ રાજીવ ગૌબા આજે કોરોના પ્રભાવિત 13 શહેરોના ડીએમ અને મ્યુનિસિપલ કમિશનર સાથે મિટિંગ કરશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાવાની આ બેઠકમાં સંબંધિત રાજ્યના મુખ્ય સચિવ અને પ્રમુખ સ્વાસ્થ્ય સચિવ પણ ભાગ લેશે. બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિ અને લોકડાઉન અંગે આગળના પ્લાન વિશે ચર્ચા થાય તેવી આશા છે.

મિટિંગમાં આ 13 શહેરના અધિકારી સામેલ હશે
મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, થાણે, હૈદરાબાદ, કોલકાતા, હાવડા, ઈન્દોર, જયપુર, જોધપુર, ચેંગલપટ્ટપ, થિરુવલ્લૂરના અધિકારી સામેલ રહેશે.

લોકડાઉનનો ચોથો તબક્કો 31 મે સુધી 
સરકારે હજુ સુધી એ જણાવ્યું નથી કે લોકડાઉનને આગળ વધારાશે કે નહીં. કોરોનાની સ્થિતિ અને રાજ્યોના ફીડબેકના આધારે સરકાર લોકડાઉન અંગે નિર્ણય કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here