નર્મદા : કેવડિયા ટુરિઝમ ડેવલોપમેન્ટ વિસ્તારનું નોટિફિકેશન જાહેર, આ 14 ગામનો સમાવેશ

0
33

કેવડિયા વિસ્તારનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ટુરિઝમ ડેવલોપમેન્ટ એરિયા તરીકે 14 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગરુડેશ્વર તાલુકાના 14 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યો છે.

  • ટુરિઝમ ડેવલોપમેન્ટ એરિયા તરીકે 14 ગામોનો સમાવેશ
  • ગરુડેશ્વર તાલુકાના 9 ગામોનો સંપૂર્ણ સમાવેશ
  • 5 જેટલા ગામોના આંશિક સમાવેશ

SAU એરિયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ મુજબ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ગરુડેશ્વર તાલુકાના 9 ગામોનો સંપૂર્ણ સમાવેશ કરાયો છે. જ્યારે 5 જેટલા ગામોના આંશિક વિસ્તારનો સમાવેશ કરાયો છે.

કેવડિયા, વાગડિયા, નવાગામ, લીમડી ગામનો સમાવેશ થયો છે. ગોરા, વસંતપુરા, મોટા પીપરીયા ગામનો સંપૂર્ણ સમાવેશ થયો છે. નાના પીપરીયા, ઇન્દ્રવર્ણા ગામનો સંપૂર્ણ સમાવેશ થયો છે. જ્યારે ગરુડેશ્વર, બોરિયા, ગભાણા ગામના કેટલાક વિસ્તારનો સમાવેશ થયો છે. તેમજ ભુમલિયા, કોઠી ગામના કેટલાક વિસ્તારનો સમાવેશ થયો છે.

કેવડિયા ખાતે 30 ટુરિસ્ટ પોઈન્ટ તૈયાર કરાયા

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓને ધસારો રહે છે. આ સરદાર પટેલની મૂર્તિ 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ ટુનિટીની પાછળ વિંધ્યાચળ અને સાપુતારાની પર્વતમાળાથી આહલાદક દ્રશ્યો સર્જાય છે. ત્યારે કેવડિયાના સરદાર સરોવર ડેમ પર આવેલ સાધુ બેટ પર પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. પીએમ મોદીએ વિસ્તારમાં ટુરિસ્ટ આકર્ષણો વધારવા માટે સૂચના આપ્યું હતું.

કેવડિયા ખાતે આવનારા પ્રવાસીઓ સરદાર પટેલની પ્રતિમા જોવા સાથે રીવર-રાફ્ટિંગ, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય પાર્ક સહિતના અન્ય આકર્ષણો જોવાની મજા માણી શકશે.

કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિલોમીટરના વિસ્તારમાં 30 જેટલા ટુરિસ્ટ એન્ગેજમેન્ટ પોઇન્ટ્સ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં વિશ્વ વન, આરોગ્ય વન, જંગલ સફારી, એકતા મોલ, ન્યૂટ્રીશન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન અને એડવેન્ચર ડિલાઈટ ઇકો-ટુરિઝમ સાઇટ સહિતની ખાસ જગ્યાઓ બનાવવામાં આવી છે.