સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા કેડીલા ફાર્માને ઓથોરાઈઝડ ઈકોનોમિક ઓપરેટર તરીકે માન્યતા

0
35

ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રની અગ્રણી કંપની ગુજરાતની કેડિલા ફાર્માસ્યુટિકલ્સને નાણાં મંત્રાલય હેઠળ કામ કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા ઓથોરાઈઝ્ડ ઈકોનોમિક ઓપરેટર (AEO) તરીકે માન્યતા આપવામાં આવી છે. ઈન્ટરેશનલ સપ્લાય ચેઈન તરીકે દર્શાવેલી નિષ્ઠા તથા ડબલ્યુસીઓના સેફ ફ્રેમવર્કનાં ધોરણોનુ પાલન કરવા બદલ આ માન્યતા આપવામાં આવી છે. માન્યતા પ્રાપ્ત થવા પ્રસંગે હેડ, સપ્લાય ચેઈન, કે.વી.આર. શર્માએ જણાવ્યું કે, અમે અમારી સપ્લાય ચેઈનની કામગીરી સુદ્રઢ બનાવવા સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.

AEOનો ઉદ્દેશ ઈન્ટરનેશનલ સપ્લાય ચેઈન સિક્યોરિટીમાં વધારો કરવાનો અને નિયમસરના માલ સામાનની હેરફેરમાં સુગમતા કરી આપવાનો તથા આયાતકારો, નિકાસકારો, લોજીસ્ટીક્સ પ્રોવાઈડર્સ, કસ્ટોડિયન્સ અથવા ટર્મિનલ ઓપરેટર્સ, કસ્ટમ બ્રોકર્સ અને વેરહાઉસ ઓપરેટર્સ જેવા મુખ્ય સહયોગીઓ સાથે મળીને કાર્ગો સિક્યોરિટીનુ સરલીકરણ કરવાનો છે. તે વિશ્વની ઉત્તમ પ્રણાલીઓને અપનાવીને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપે છે.

એઈઓના સભ્યો વિવિધ લાભ માટે માન્ય ઠરે છે જેમાં ઉત્પાદકો દ્વારા ઈનવેન્ટરીનુ સમયસર મેનેજમેન્ટ થઈ શકે તે માટે આયાતોની ડાયરેકટ પોર્ટ ડિલિવરીમાં સમાવેશ, નિકાસ માટેના એઈઓની ફેકટરીમાં ભરાયેલા માલને સીધી પોર્ટ એન્ટ્રીમાં સમાવેશ, ડ્રોબેકની રકમની ઝડપી ચૂકવણી, એસેસમેન્ટ/તપાસની કામગીરીમાં ઝડપ, ડિફર્ડ ડ્યુટી પેમેન્ટના ઓટોમેટિક વિકલ્પનુ એક્ટીવેશન તથા અન્ય લાભનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here