ચા-કોફીમાંથી મળતું કેફીન મગજને એક્ટિવ તો કરે છે પરંતુ બ્લડ પ્રેશર પણ વધારે છે

0
3

ઓફિસમાં કામ કરતી વખતે થાક લાગે છે. અચાનકથી વિચાર આવે છે અને ચા કે કોફી પી લઈએ. થોડી મિનિટ બાદ પોતાને ફ્રેશ મહેસૂસ કરવા લાગશો, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે. તેનું કારણ છે તે કેફીન જે તમારી ચા અને કોફીમાં હોય છે. દુનિયાની 80 ટકા વસ્તી ચા કે ફોકી દ્વારા કેફીન લઈ રહી છે. કેફીન શું છે અને તે તમારા મગજને કેવી રીતે એક્ટિવ કરે છે. વાંચો સંપૂર્ણ સ્ટોરી…

શું છે કેફીન?

કેફીન ચા, કોફી અને કોકો પ્લાન્ટમાં જોવા મળતા સ્ટીમ્યુલેટ છે. તેના દ્વારા તે શરીરમાં પહોંચે છે. તેની સીધી અસર મગજની નર્વસ સિસ્ટમ પર પડે છે. તમે પોતાને ઘણા રિલેક્સ મહેસૂસ કરવા લાગો છો. કેફીનવાળા પીણાના પદાર્થનનું ચલણ 18મી શતાબ્દીમાં શરૂ થઈ ગયું હતું, દર વર્ષે તે વધતું ગયું.

કેફીન કેવી રીતે કામ કરે છે?

જ્યારે પણ આપણે ચા અથવા કોફી લઈએ છે, તેમાં રહેલું કેફીન બ્લડમાં ભળી જાય છે અને આખા શરીરમાં ફેલાય જાય છે. તેની સૌથી વધારે અસર મગજ પર થાય છે. મગજ સંબંધિત એક ન્યૂરોટ્રાન્સમિસટર છે એડિનોસિન. તે તમને જણાવે છે કે તમે થાકી ગયા છો. કેફીન આ ન્યૂરોટ્રાન્સમિટરને બ્લોક કરે છે. આવી સ્થિતિમાં તમે થાક મહેસૂસ નથી કરતા અને પોતાની જાતને ફ્રેશ અનુભવો છો.

કેફીન ડોપામાઈન અને એડ્રેનેલિન ન્યૂરોટ્રાન્સમિટરની એક્ટિવિટી વધારે છે. પરિણામે તમે ઉત્તેજિત થઈ જાવ છો. પોતાને એક્ટિવ સમજો છો અને ધ્યાન લગાવીને કામ કરો છો.

કેટલી ચા કોફી પીવી જોઈએ

ડાયટિશિયન સુરભી પારીક જણાવે છે કે, કેફીન અમુક હદ સુધી ફાયદો પહોંચાડે છે પરંતુ જ્યારે તે વધારે માત્રામાં શરીરમાં પહોંચે છે તો નુકસાન કરે છે. આખા દિવસમાં 300થી 400Mgથી વધારે કેફીન ન લેવું જોઈએ. શરીરમાં કેફીનની માત્રાને કંટ્રોલ કરવા માટે આખા દિવસમાં 3 કપથી વધારે ચા ન પીવી. એક કપ કોફીમાં 3 કપ ચાના બરાબર કેફીન હોય છે. તેથી આખા દિવસમાં એક વખત કોફી પીવી સુરક્ષિત છે.

હવે તેના ફાયદા નુકસાનને સમજો

શરીરમાં કેફીન પહોંચવા પર ભૂખ ઓછી લાગે છે, તેથી વજન ઘટી જાય છે. તમે શારીરિક અને માનસિક રીતે પોતાને એકદમ એનર્જેટિક મહેસૂસ કરો છો, તેથી વધારે કામ કરી શકો છો. થાકની અનુભૂતી નથી થતી.

શરીરમાં તેની માત્રા વધારે હોવા પર તેની સીધી અસર ઊંઘ પર પડે છે. ઊંઘ આવવામાં સમસ્યા થાય છે. શરીરથી યુરિન વધારે રિલીઝ થાય છે અને પાણીની ઊણપ ઓછી થઈ જાય છે. એનર્જી વધારે વધવાથી બ્લડ પ્રેશર વધી જાય છે જે તમને ઘણા પ્રકારે નુકસાન પહોંચાડી શકે છે. તેથી કેફીનને ઓછી માત્રામાં જ લેવું યોગ્ય રહેશે.