કેગનો રિપોર્ટ : સરકારી બાબુઓ રૂ. 14 કરોડની ઉચાપત કરી ગયાં, શિક્ષણ વિભાગમાં સૌથી વધુ ઉચાપત

0
24

ગાંધીનગર: ગુજરાતના વિવિધ વિભાગોમાં બેસતાં સરકારી બાબુઓએ વર્ષ 2017-18ના વર્ષમાં 14 કરોડ રૂપિયાની ઉચાપતો કરી હોવાનું કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં બહાર આવ્યું છે. સરકારે આ ઉચાપત બદલ કોઇ કડક પગલાં નહીં લીધાં હોવાની ટીપ્પણી પણ કેગ દ્વારા કરાઇ છે.

શિક્ષણ વિભાગમાં 3.85 કરોડની ઉચાપતો

ગુજરાત વિધાનસભા સત્રના છેલ્લાં દિવસે રજૂ થયેલાં અહેવાલમાં કેગ દ્વારા જણાવાયું કે સરકારી બાબુઓએ કરેલી ઉચાપતના 99 કેસ સામે આવ્યાં જેમાં કુલ 12.81 કરોડની ઉચાપતો પકડાઇ હતી. સૌથી વધુ ઉચાપતો શિક્ષણ વિભાગમાં 3.85 કરોડની રહી. એક માત્ર શ્રમ અને રોજગાર વિભાગ સિવાયના તમામ સરકારી વિભાગોના બાબુઓએ ઉચાપતો કરી હોવાનું જણાયું છે. તો 73 લાખ રૂપિયાનો સરકારી માલસામાન ચોરી અથવા સગેવગે થઇ ગયો હોવાનું પણ નોંધાયું છે.

5 બોર્ડ કોર્પોરેશનોની 3,000 કરોડની ખોટ
કેગના રિપોર્ટ અનુસાર, જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ 3813 કરોડ રૂપિયાની ખોટ કરી છે જ્યારે 50 એકમોએ 5113 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. કેગના અહેવાલ અનુસાર ખોટ કરતા જાહેર એકમોમાં GSPC એ રૂ 1564 કરોડ, સરદાર સરોવર નિગમે રૂપિયા 1075 કરોડ, ભાવનગર એનર્જી કંપનીએ રૂપિયા 617 કરોડ અને GSRTC એ રૂપિયા 264 કરોડની ખોટ કરી હતી. ઉપરાંત ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂ 137 કરોડની ખોટ કરી છે. ખોટના કારણે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમને કુલ રૂ 22,431 કરોડનું નુકસાન થયું છે.

બજેટ વાપરવામાં વિભાગો કંજૂસ
કેગે નોંધ્યું કે 2017-18 દરમિયાન વિવિધ વિભાગોએ કુલ બજેટ સામે 21,908 કરોડ રૂપિયા ઓછાં ખર્ચ્યાં. શિક્ષણ વિભાગે તો બજેટના વધેલાં રૂપિયા 345 કરોડ નાણાં વિભાગમાં પાછાં જમા પણ ન કરાવ્યાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here