Saturday, September 25, 2021
Homeકેલિફોર્નિયા : બેફામ સ્પીડમાં કાર હવામાં ઉલળી, રોડ કૂદી સામેની બાજુ આવી
Array

કેલિફોર્નિયા : બેફામ સ્પીડમાં કાર હવામાં ઉલળી, રોડ કૂદી સામેની બાજુ આવી

અમેરિકાના કેલિફોર્નિયામાં ભયાનક અકસ્માત થયો છે. અહીં યુબા શહેરમાં એક ટર્ન લઈ રહી છે અને અચાનક જ સામેની સાઈડથી એક કાર રોકેટની જેમ ઉડીને આવે છે. આ કાર રોડ પર પડતાં જ ગોથાં મારી વચ્ચોવચ્ચ ઊંધી વળી જાય છે. હોલિવૂડ ફિલ્મથી પણ ખતરનાક એવા આ દૃશ્યો જોઈને કારમાં સવાર લોકો ચીસો પાડી જાય છે. ધૂળ અને ધૂમાડાના ગોટેગોટા સાથે કાર લગભગ 30 ફૂટ જેટલી ઊંચે ઉલળીને રોડ પર ખાબકે છે. સામેથી આવી રહેલી કારના ડેશકેમમાં આ દૃશ્યો કેદ થયા છે. આ દૃશ્યો જોઈને સમજી શકાય છે કે, કેટલી સ્પીડે કારને અકસ્માત નડ્યો હશે. જો કે, હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોનો બચાવ થયો છે. આ તરફ અકસ્માતનો ભોગ બનેલી કારના ચાલકનો પણ બચાવ થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments