પ.બંગાળમાં ઘૂસણખોરી સામે અભિયાન, 2 લાખ લોકોનો સંપર્ક કરશે VHP

0
19

કોલકત્તા, તા. 7 સપ્ટેમ્બર 2019, શનિવાર

પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી સામે લોકોને જાગૃત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદે મોટા પાયે જનસપંર્ક અભિયાન શરૂ કરવાનુ નક્કી કર્યું છે.

પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરોને કાઢવા માટે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન લગાડવની જરૂર કેમ છે તે અંગે પણ આ અભિયાનમાં લોકોને સમજ આપવામાં આવશે. આ અભિયાન દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ બે લાખ હિન્દુઓનો સંપર્ક કરશે. નવેમ્બર મહિનાથી પશ્ચિમ બંગાળમાં સદસ્યતા અભિયાન પણ શરૂ કરાશે.

વિશ્વ હિન્દુ પરિષદનુ કહેવુ છે કે, પરિષદના કાર્યકરો ઘરે ઘરે જઈને બે લાખ લોકોને મળશે. ખાસ કરીને અભિયાન માટે સરહદી વિસ્તારો પર ફોકસ કરાશે. કારણ કે, આ વિસ્તારોમાં ઘૂસણખોરી અને બીજી ગેરકાયદે પ્રવૃત્તિઓ વધી ગઈ છે.

વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે કે, બંગાળમાં પણ આસામની જેમ એનઆરસી લાગુ રવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here