ન્યૂ લોન્ચ : હ્યુન્ડાઈ 7.7 કિલોનું પોર્ટેબલ ઈલેક્ટ્રિક સ્કૂટર લાવી, હાથમાં લઇને ફરી શકાશે

0
30

ઓટો ડેસ્કઃ છેલ્લા ઘણા સમયથી ઓટો સેક્ટરની કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ એન્જિનની સાથે ઈલેક્ટ્રિક વ્હીકલ પણ લોન્ચ કરી રહી છે. પરંતુ તમે અત્યાર સુધી ક્યાંય હાથમાં લઇને ઈલેક્ટ્રિક સ્કૂટર નહીં જોયું હોય. હ્યુન્ડાઈ એક ખાસ પ્રકારનું ઈલેક્ટ્રિક સ્કૂટર લઇને આવી છે. આ પ્રોટોટાઇપ ઈલેક્ટ્રિક સ્કૂટર વર્ષ 2017માં રજૂ કરાયેલ ઈન્ટિગ્રેટેડ ઈલેક્ટ્રિક સ્કૂટર કન્સેપ્ટ પર બન્યું છે. કંપની આ સ્કૂટરને તેની કંપનીની કાર ખરીદનારા લોકોની સુવિધા માટે ડેવલપ કરી રહી છે. આ ખાસ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ફ્રંટ અને રીઅર લાઇટ્સ, લિથિયમ આયન બેટરી અને રીઅર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

કંપનીનું કહેવું છે કે, તે ભવિષ્યમાં હ્યુન્ડાઈ અને કિઆ મોટર્સની કાર્સ સાથે આ ઈલેક્ટ્રિક સ્કૂટર આપશે. તેનો ઉપયોગ લોકો પોતાની કાર સુધી પહોંચવામાં અને પહોંચ્યા પછી જે સ્થળે પહોંચવાનું હોય તે અંતર કાપવામાં કરી શકશે. આ સ્કૂટર માટે કારમાં જ એક નિર્ધારિત જગ્યા આપવામાં આવશે, જેમાં આ ઈલેક્ટ્રિક સ્કૂટરને સરળતાથી રાખી અને કાઢી શકાશે.

હ્યુન્ડાઈનાં આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં 10.5 Ah લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. સિંગલ ચાર્જ પર આ સ્કૂટર આશરે 20 કિલોમીટર સુધી ચાલશે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 20 કિલોમીટર છે. ખાસ વાત એ છે કે કાર ડ્રાઇંવિગ વખતે આ ઈલેક્ટ્રિક સ્કૂટર કારમાં નિર્ધારિત જગ્યાએ રહેશે અને ડ્રાઇવિંગ દરમિયાન જનરેટ થતી વીજળીથી તે ઓટોમેટિક ચાર્જ પણ થઈ જશે.

આ ઈન્ટિગ્રેટેડ ઈલેક્ટ્રિક સ્કૂટરનું વજન આશરે 7.7 કિલો છે અને તે 3 જગ્યાએથી ફોલ્ડ કરી શકાય છે. ઓછું વજન અને ફોલ્ડ કરવાની સુવિધાને કારણે આ સ્કૂટરને સરળતાથી હાથમાં લઇને ચાલી શકાય છે.

ફીચર્સ
આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં એક ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં સ્પીડ અને બેટરી સ્ટેટસ સહિત અન્ય જાણકારીઓ મળશે. રાત્રે પૂરતા પ્રકાશ માટે તેમાં LED હેડલાઇટ અને બે ટેલલાઇટ આપવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ સામેલ થવાની છે, જેનાથી સ્કૂટરની રેન્જ આશરે 7% વધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here