42 વર્ષે 2200 કરોડના ખર્ચે બની નહેર, ઉદ્ઘાટનના 24 કલાકમાં જ ધોવાઈ ગઈ

0
31

રાંચી, તા. 31. ઓગસ્ટ 2019 શનિવાર

ભારતમાં અમલદાર શાહી, ભ્રષ્ટાચાર અને રાજકારણીઓની કોન્ટ્રાક્ટરો સાથેની સાંઠગાંઠના પગલે કરદાતાઓના પૈસા કઈ હદે વેડફાટ થાય છે તેનુ જ્વલંત ઉદાહરણ ઝારખંડમાં જોવા મળ્યુ છે.

હજારી બાગમાં આજથી 42 વર્ષ પહેલા એક નહેર બનાવવાની યોજના હતી. નહેર બનાવવા માટે તે વખતે 12 કરોડના ખર્ચનો અંદાજ મુકાયો હતો. નહેર 42 વર્ષ બાદ બની તો તેની પાછળ થયેલો ખર્ચ 2176 કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો.

ચોંકવાનારી વાત તો હવે આવે છે. નહેર બન્યા બાદ બુધવારે ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસે તેનુ ઉદઘાટન કર્યુ હતુ. જેના 24 જ કલાકમાં આ નહેર ધોવાઈ ગઈ છે.નહેરની કામગીરી કેટલી હલકી ગુણવત્તાની હશે કે 24 કલાકમાં જ તેનુ ધોવાણ થઈ જાય તે સવાલ ઉઠી રહ્યો છે.

સરકારની ભારે ફજેતી થયા બાદ હવે ત્રણ સભ્યોની પેનલને તપાસ કરીને તરત જ રિપોર્ટ આપવા આદેશ કરાયો છે.જોકે વિરોધપક્ષોએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે.કોંગ્રેસનુ કહેવુ છે કે, 2200 કરોડનો પ્રોજેક્ટ 22 કલાકમાં જ ધોવાઈ ગયો છે.પ્રોજેકટને પુરો કરવા માટે ભાજપ સરકારે પોતાના જ ગુણગાન ગાયા હતા.

નહેર તુટી જતા લગભગ 35 ગામડાઓના ખેતરો બરબાદ થઈ ગયા છે.સિંચાઈ વિભાગ નહેરમાં ભંગાણ પડવા માટે ઉંદરોએ પાડેલા કાણાને જવાબદાર ઠેરવી રહ્યુ છે.સિંચાઈ વિભાગના અધિકારી કહે છે કે, ઉંદરોએ પાડેલા કાણાથી પાણી લીક થવા માંડ્યુ હતુ અને છેવટે મોટુ ગાબડુ પડી ગયુ હતુ.

આ નેહરનુ નામ કોનાર પ્રોજેકટ છે.વર્ષોથી બંધ પ્રોજેક્ટ 2014માં ઝારખંડના મુખ્યમંત્રી રઘુબરદાસની સરકારે શરુ કરાવ્યો હતો.ઘણાનો દાવો છે કે, માત્ર 44 ટકા કામ પુરુ થયુ હતુ પણ ઉદઘાટન કરવાની લ્હાયમાં તેને ઉતાવળથી પુરો કરી દેવાયો હતો.આ પ્રોજેક્ટ 2021માં પૂરો કરવાનુ લક્ષ્‍ય હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here