સુરત : નાના વરાછાની મીઠીબા વિદ્યાલયની ગુજરાતી-હિન્દી માધ્યમની પ્રાથમિક શાળાની માન્યતા રદ

0
24

સુરતઃ નાના વરાછા ખાતે આવેલી મીઠીબા વિદ્યાલયની ગુજરાતી અને હિન્દી માધ્યમની પ્રાથમિક શાળાની માન્યતા પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરે રદ કરી દીધી છે. ગેરરીતી અને નિયમ ભંગ બદલ શાળાની માન્યતા રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વર્તમાન વિદ્યાર્થીઓ પ્રાથમિક વર્ગોની પરીક્ષા આપી શકશે પરિણામ બાદ અન્ય સ્કૂલમાં એડમિશન લેવું પડશે

ગેરરીતી અને નિયમ ભંગ બદલ શાળાની માન્યતા રદ

નાના વરાછા ખાતે આવેલા શિવા કોમ્પલેક્સમાં આવેલી પરસાણા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મીઠીબા વિદ્યાલય(ગુજરાતી માધ્યમ) અને બાપા સિતરામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મીઠીબા વિદ્યાલય(હિન્દી માધ્યમ) પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરે રદ કરી દીધી છે. ગેરરીતી અને નિયમ ભંગ બદલ શાળાની માન્યતા રદ કરવામાં આવી છે. પ્રાથમિક શાળાના બાળકોની પરીક્ષાઓ નજીક છે ત્યારે આ શાળાની માન્યતા રદ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મૂકાયા છે.

વિદ્યાર્થીઓને પરીક્ષાના રિઝલ્ટની સાથે એલસી આપવા પડશે

સુરતના જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે, 2020-21ના શૈક્ષણિક સત્રમાં ભણતા વિદ્યાર્થીઓને આ સ્કૂલમાં પ્રવેશ ન લેવા તથા ભણતા વિદ્યાર્થીઓના એલસી કઢાવી લઈ અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા આદેશ આપ્યો છે. તે જોતા વર્તમાન વિદ્યાર્થીઓ પ્રાથમિક વર્ગોની પરીક્ષા આપી શકશે અને પરિણામ મેળવ્યા બાદ એલસી કઢાવી અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો રહેશે. મીઠીબા વિદ્યાલય 2020-21ના શૈક્ષણિક સત્રમાં એડમિશન આપી શકશે નહીં. જ્યારે જૂના વિદ્યાર્થીઓને પરિક્ષાના રિઝલ્ટની સાથે એલસી આપવા પડશે.