Friday, March 29, 2024
Homeબીસીસીઆઈ : ટ્રેઝરર ધૂમલે કહ્યું- આઇપીએલ રદ્દ થવાથી 4 હજાર કરોડનું નુકસાન...
Array

બીસીસીઆઈ : ટ્રેઝરર ધૂમલે કહ્યું- આઇપીએલ રદ્દ થવાથી 4 હજાર કરોડનું નુકસાન થશે, ટૂર્નામેન્ટ માટે નવી વિન્ડો શોધવામાં આવી રહી છે

- Advertisement -

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)ના ટ્રેઝરર અરુણ ધૂમલે જણાવ્યું હતું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના રદ્દ થવાથી લગભગ 4,000 કરોડનું નુકસાન થશે. મંગળવારે ધૂમલે ક્રિકેટ વેબસાઇટ ક્રિકબઝને કહ્યું હતું કે નુકસાનથી બચવા અને આઇપીએલ કરાવવા માટે વિન્ડો શોધવામાં આવી રહી છે.

બીસીસીઆઈએ કોરોનાવાયરસને કારણે આઈપીએલને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી છે. આ ટૂર્નામેન્ટ 29 માર્ચથી યોજાવાની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીસીસીઆઈ આઈપીએલ માટે ઓગસ્ટ-સપ્ટેમ્બર અને ઓક્ટોબર-નવેમ્બરની બે વિંડોઝ પર વિચાર કરી રહ્યું છે.

ક્રિકેટ શરૂ થયા પછી સાચી ખોટ જાણી શકાશે

ધૂમલે કહ્યું, “જ્યારે ક્રિકેટ ટ્રેક પર આવશે ત્યારે જ નુકસાનની ખરેખરમાં ખબર પડશે.” આ ક્ષણે, કોઈ દ્વિપક્ષીય શ્રેણી ન હોવાના કારણે આપણે એક મોટું નુકસાન થઈ રહ્યું છે. જો આપણે આઈપીએલ પણ યોજવામાં સમર્થ નહીં રહીએ તો લગભગ 4 હજાર કરોડની આવકનું નુકસાન થશે. ”

બધા ક્રિકેટ બોર્ડ્સે સાથે મળીને વાત કરવાની જરૂર છે

ધૂમલે કહ્યું કે, હાલમાં અમારી પાસે ઘણા બધા વિચારો છે. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અન્ય તમામ ક્રિકેટ બોર્ડને આ બધા પર એક સાથે વાત કરવાની જરૂર છે. બીસીસીઆઈ માટે ખેલાડીઓ અને અન્ય લોકોનું સ્વાસ્થ્ય અને સલામતી પ્રાથમિકતા છે. આજે દરેક ક્રિકેટ બોર્ડ કોરોનાને કારણે સંઘર્ષ કરી રહ્યું છે. દરેકને વિચારવું પડશે કે ક્રિકેટને પાછું કઈ રીતે લાવી શકાશે અને નુકસાનની ભરપાઇ કેવી રીતે કરવી, કારણ કે દરેક બોર્ડને નુકસાન ભોગવવું પડશે.

આઇપીએલ અંગે કોઈ પ્લાન નથી બનાવ્યો

ધૂમલે કહ્યું કે, હજી સુધી કોઈ ફોર્મેટ કે પ્લાન બનાવવામાં આવ્યો નથી. ટૂર્નામેન્ટ માટે વિદેશી ખેલાડીઓને પણ આવવાનું છે. શુ તેઓ આ માટે તૈયાર થશે અને 2 અઠવાડિયા કવોરન્ટીનમાં રહેશે? ત્યારબાદ પણ તે આઇપીએલ રમી શકશે કે નહિ, તે કહેવું મુશ્કેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular