કોરોનાવાઈરસ : ઈતિહાસમાં પહેલી વાર કાન ફિલ્મ ફેસ્ટિવલ મોકૂફ, જૂન-જુલાઈમાં યોજાઈ શકે છે

0
18

પેરિસઃ ઈતિહાસમાં પહેલી જ વાર પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલ કોરોનાવાઈરસને કારણે પોસ્ટપોન કરી દેવામાં આવ્યો છે. ફ્રાંસમાં લોકડાઉન હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 16 એપ્રિલે ફેસ્ટિવલની પ્રેસ કોન્ફરન્સ પણ ટાળી દેવામાં આવી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલ હવે જૂન કે જુલાઈમાં યોજાઈ શકે છે.

પહેલી વાર પોસ્ટપોન થયું

1946માં કાન ફિલ્મ ફેસ્ટિવલ ઈતિહાસમાં પહેલી જ વાર પોસ્ટપોન કરવામાં આવ્યો છે. આ પહેલાં 1968માં ફ્રાંસમાં વિદ્યાર્થી આંદોલનને કારણે કાન ફિલ્મ ફેસ્વિટલ કેન્સલ કરવામાં આવ્યો હતો. આયોજકોએ હાલમાં એક નિવેદનમાં કહ્યું હતું કે વિશ્વમાં કોરોનાવાઈરસને મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આજે અમે આ વાઈરસ સામે લડતા લોકોની સાથે છીએ. અમે 12 મેથી 23 મે સુધી યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલને પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો છે.

કોરોનાવાઈરસને કારણે અત્યાર સુધી 10035 લોકોના મોત થયા છે. 2 લાખ 44 હજાર 979 કેસની પુષ્ટિ થઈ છે. યુરોપમાં ઈટલી તથા સ્પેન બાદ કોરોનાની સૌથી વધુ અસર ફ્રાંસ પર થઈ છે. અહીંયા ગુરુવાર (19 માર્ચ) સુધીમાં 372ના મોત થયા છે. અંદાજે 11 હજાર લોકોને ચેપ લાગ્યો છે. ફ્રાંસને બે અઠવાડિયા સુધી લોકોડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

બાફ્ટાએ અવોર્ડ્સ શો કેન્સલ કર્યાં

કોરોનાવાઈરસને કારણે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીઝની અનેક મોટી ઈવેન્ટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે. બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટીવી અવોર્ડ્સે પણ કોરોનાવાઈસને કારણે બે ટીવી અવોર્ડ્સ સ્થગિત કરી દીધા છે. ટીવી ક્રાફ્ટ અવોર્ડ 26 એપ્રિલ તથા 17 મેના રોજ ટીવી અવોર્ડ્સ યોજાનારા હતાં પરંતુ હાલમાં બંને કેન્સલ કરી દેવામાં આવ્યા છે. બાફ્ટાએ મેઈન ઈવેન્ટ ઉપરાંત 26 માર્ચે નોમિનેશનની ઘોષણાને પણ પોસ્ટપોન કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here