Saturday, September 25, 2021
Homeમૂડી બજાર : ટુંકસમયમાં સિલ્વર ઇટીએફને પણ મંજૂરી મળે તેવી સંભાવના
Array

મૂડી બજાર : ટુંકસમયમાં સિલ્વર ઇટીએફને પણ મંજૂરી મળે તેવી સંભાવના

દેશમાં ગોલ્ડ ઇટીએફને મળેલા સારા પ્રતિસાદ બાદ આગામી ટુંકસમયમાં સિલ્વર ઇટીએફને પણ મંજૂરી મળે તેવી સંભાવના છે. સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)ને સેબી આગામી સમયમાં લોન્ચ કરે તેવા સંકેતો મળી રહ્યાં છે. મૂડી બજારમાં સેબી મ્યૂચ્યુઅલ ફંડને સિલ્વર ઇટીએફ લોન્ચ કરવાની મંજૂરી આપવા પર વિચારણા કરી રહી છે.

સેબી દ્વારા નિયુક્ત મ્યૂચ્યુઅલ ફંડ એડવાઇઝરી કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. જો કોઇ કાયદાકિય વિક્ષેપ ન આવ્યો તો માંગણીઓને ઝડપથી સ્વીકાર કરવામાં આવશે તેવી સંભાવના છે. સુત્રોએ જણાવ્યું કે સિલ્વર ઇટીએફની મોટા પાયે ડિમાન્ડ છે.

અનેક વેપારીઓ અત્યારે ભૌતિક રૂપથી ચાંદી ખરીદે છે અથવા ખરીદ-વેચાણ માટે કોમોડિટી ડેરિવેટિવ્સ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરે છે. જ્યારે અમુક બ્રેકિંગ પ્લેટફોર્મ દ્વારા વિદેશમાં લિસ્ટેડ સિલ્વર ઇટીએફ ખરીદે છે. આ ઉપરાંત, ભૌતિક રૂપથી ચાંદી ખરીદવી સંભવ નથી કેમકે આ સોનાની તુલનામાં ભારે છે અને તેનો સ્ટોક કરવો પણ એક પડકાર બની શકે છે.

ગોલ્ડ ઇટીએફને 2007માં મળી હતી
ગોલ્ડ ઇટીએફને ઉપસ્થિત કોન્સેપ્ટ ભારતમાં 2002માં બેન્ચમાર્ક એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સેબીના પ્રસ્તાવ પર વિકસીત કરવામાં આવી હતી. તેના ભાગરૂપે 2007માં માન્યતા મળવા સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યારે દેશમાં એક ડઝન ગોલ્ડ ઇટીએફ છે. જેમાં એસબીઆઇ ગોલ્ડ ઇટીએફ, કોટક ગોલ્ડ, બિરલા સન લાઇફ, HDFC, નિપોન, એક્સિસ વગેરેનો સમાવેશ થાય છે.

ફેડની બેઠક પૂર્વે બજારમાં નિરુત્સાહ
ફેડરલ રિઝર્વની મળનારી બેઠકમાં વ્યાજદર અંગે શો નિર્ણય લેવામાં આવે છે તેના અહેવાલે સોના-ચાંદીમાં ટોન ઘટાડાનો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1808 ડોલર જ્યારે ચાંદી 25.25 ડોલર ક્વોટ થઇ રહી છે. જ્યારે અમદાવાદ ખાતે સોનું 400ના ઘટાડા સાથે રૂ.49200 અને ચાંદી 500 ઘટી 68500 બોલાઇ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments