Monday, October 18, 2021
HomeIPLમાં 'કેપ્ટન કૂલ' ધોનીની અગ્નિ પરીક્ષા! ટીમમાં વાપસી માટે પૂરી કરવી પડશે...
Array

IPLમાં ‘કેપ્ટન કૂલ’ ધોનીની અગ્નિ પરીક્ષા! ટીમમાં વાપસી માટે પૂરી કરવી પડશે આ મોટી શરત

ભારતીય ક્રિકેટ બોર્ડની રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં અધ્યક્ષ સહિત બે નવા સભ્યોને સામેલ કરવા છતાં એમએસ ધોની અંગે પેનલનું વલણ બદલાયું નથી. બીસીસીઆઈના અધિકારીઓ મુજબ ટીમમાં વાપસી માટે ધોનીએ આઈપીએલમાં સારું પ્રદર્શન કરવું પડશે.

સુનીલ જોશીના નેતૃત્વ વાળી ચયન સમિતિએ રવિવારે અમદાવાદ ખાતે પહેલીવાર બેઠક કરી. આ મિટિંગમાં તેમણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ થનારી ત્રણ વન ડે સીરીઝ માટે ટીમની પસંદગી કરી. 12 માર્ચથી ધર્મશાળામાં શરૂ થનારી આ સીરીઝ માટે પસંદ કરેલ ટીમમાં હાર્દિક પંડ્યા, શિખર ધવન અને ભુવનેશ્વર કુમારને ફરી સામેલ કરવામાં આવ્યા છે. જોશી પહેલા પસંદગીકર્તા તરીકે કામ કરનાર એમએસકે પ્રસાદે સ્પષ્ટ કર્યું હતું કે ટીમ હવે ધોનીથી આગળ વધી ગઈ છે. ધોનીની પસંદગી માટે પહેલા તેમને સારું રમવું પડશે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2019 બાદથી ધોનીએ ક્રિકેટથી બ્રેક લીધો હતો. ત્યારે હવે 29 માર્ચે શરૂ થનારી આઈપીએલ ટુર્નામેન્ટ માટે ધોનીએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે. ત્યારે હવે સૂત્રો મુજબ ધોનીની ટીમમાં વાપસી ત્યારે જ થશે જ્યારે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરશે અને માત્ર ધોની જ નહીં પણ અન્ય સીનિયર અને જુનિયર ખેલાડીઓના પ્રદર્શન પર પણ સિલેક્ટર્સની નજર રહેશે. જો તેમને સારું પ્રદર્શન કર્યું તો તેમને પણ ટીમમાં સામેલ કરવામાં આવશે. જો કે, હાલ ટીમમાં વિકેટકીપર અને બેટ્સમેન તરીકે એકવાર ફરી કેએલ રાહુલ અને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments