ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી20માં શાનદાર પ્રદર્શન કરાવવાનો કેપ્ટન કોહલીને વિશ્વાસ

0
7

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે ચોથી ટી૨૦ શરુ થતાં પૂર્વે જણાવ્યું હતું કે તેને વિશ્વાસ છે કે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી20માં તેઓ શાનદાર રમતનું પ્રદર્શન કરશે.

તેણે કહ્યું હતું કે ભૂતકાળમાં અમે ખાસ પ્રકારની પેટર્નથી રમતા હતા, પરંતુ હવે તમે જોઈ શકો છો કે અમારી પાસે કેટલાક વિશેષ ખેલાડીઓ છે. આ ખેલાડીઓ ટી૨૦ ક્રિકેટની જરૃરિયાતોમાં એકદમ ફિટ બેસે છે.

અમારી પાસે કેટલાક એક્સ-ફેક્ટર ધરાવતા ખેલાડીઓ છે. આ ખેલાડીઓ આઇપીએલમાં તેમની ક્ષમતા દર્શાવી ચૂક્યા છે. કોહલીએ જણાવ્યું હતું કે તમે જોશો કે ટોપ ઓર્ડરના ખેલાડીઓ આ વખતે વધારે પ્રમાણમાં મુક્તમને રમશે.

તેઓ તેમની ઇનિંગ્સને લઈને વધારે સજ્જ થશે. ભૂતકાળમાં આવું ન હતું. તેનું કારણ એ નથી કે અમારી પાસે બેટિંગના મોરચે પૂરતા પ્રમાણમાં ઉંડાણ નથી, પરંતુ અભિગમ છે. શ્રેણી આગળ વધવાની સાથે-સાતે અમારો અભિગમ પણ વધારે હકારાત્મક થશે. અમે લીધેલા ખેલાડીઓના લીધે બેટિંગમાં ઉંડાઈ વધી છે. અમે મુક્તમને ક્રિકેટ રમતા ખેલાડીઓ ઇચ્છીએ છીએ, ફક્ત એક જ ખેલાડી લાંબા સમય સુધી રમ્યા જ કરે તેમ ઇચ્છતા નથી. અમારી પાસે ટીમમાં એવા ખેલાડીઓ છે જે કોઈપણ સમયે મેચનુ પાસુ પલટી શકે છે, અમે ટીમ સિલેક્શનમાં આ જ બાબત ધ્યાનમાં રાખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here