Wednesday, September 22, 2021
Homeબાંગ્લાદેશને આંચકો: કેપ્ટન શાકીબ પર બે વર્ષનો ક્રિકેટ પ્રતિબંધ
Array

બાંગ્લાદેશને આંચકો: કેપ્ટન શાકીબ પર બે વર્ષનો ક્રિકેટ પ્રતિબંધ

નવી દિલ્હી તા.31
ગઈકાલે જ ભારતના પ્રવાસે આવેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને પ્રવાસના 24 કલાક પૂર્વે જ લાગેલા આંચકામાં ટીમના શ્રેષ્ઠ ઓલ રાઉન્ડર અને કપ્તાન શાકીબ અલ હસન પર આઈસીસીએ બે વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. શાકીબ અલ હસન આઈપીએલ રમે છે તે સમયે તથા 2018 માં બાંગ્લાદેશ-શ્રીલંકા અને ઝીમ્બાબ્વે વચ્ચેની ત્રિકોણીય શ્રેણી દરમ્યાન બુકીઓએ તેનો સંપર્ક કર્યો હતો અને ફીકસીંગની ઓફર કરી હતી જોકે શાકીબે તે સ્વીકારી ન હતી પરંતુ તેણે આ પ્રકારનાં સંપર્ક માટે આઈસીસીનાં એન્ટી કરપ્શન યુનિટને જાણ કરવામાં આવી ન હતી અને શાકીબે તેના પરના આરોપો સ્વીકારતા તેના પર બે વર્ષનો ક્રિકેટ પ્રતિબંધ લદાયો છે.

જોકે આઈસીસીએ હળવુ વલણ અપનાવતા શાકીદ જો તેના પર પ્રતિબંધની તમામ શરતોનું એક વર્ષમાં કોઈ ચુક વગર પાલન કરે તો 29 ઓકટોબર 2020 બાદ પરત ખેંચી લેવાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments