શિનોર : અમરેશ્વર નર્મદા બ્રાન્ચ કેનાલમાં કાર ખાબકી: 3 પૈકી મહિલાનું મોત

0
0

શિનોર: સેગવા-રાજપીપળા જવાના મુખ્ય સ્ટેટ હાઈવે પર શિનોર તાલુકાના સેગવા ગામ પાસેથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચ નર્મદા કેનાલમાં છેલ્લા 12 કલાકમાં આઈ ટેન ગાડી અને એમ્બ્યુલન્સ ખાબકતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. તેમજ બે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વડોદરા, રાજપીપલાને જોડતા હાઈવે પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ,નર્મદા ડેમ, હરસિધ્ધિ મંદિર તથા પોઇચા સહિતના મુખ્ય પ્રવાસી સ્થળો આવેલા છે. 24 કલાક પ્રવાસીઓના વાહનોની અવર જવરથી ધમધમતો હોવા છતાં સેગવા ગામ પાસેથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલ પાસેનો વળાંક સાંકડો તેમજ ભયજનક હોવાથી વર્ષમાં અદાજીત 10 ઉપરાંત અકસ્માત સર્જાયા છે.

જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં નાગોર તંત્ર જાણે કુંભ કર્ણ નિંદ્રામા પ્રોઢી ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે. શિનોર તાલુકાના સેગવા ગામ પાસેથી પસાર થતો વડોદરા-રાજપીપળા જવાના મુખ્ય સ્ટેટ હાઈવે પર સેગવા ગામ નજીક આવેલી અમરેશ્વર બ્રાન્ચ નર્મદા કેનાલ પાસે આવેલા સાંકડો અને ભયજનક વળાંક પાસે છેલ્લા 12 કલાકમાં એમ્બ્યુલન્સ અને આઈ ટેન ગાડી નર્મદા કેનાલમાં ખાબકતા આઇ ટેન ગાડીમાં સવાર ત્રણ પૈકી એક મહિલાનું મોત નિપજ્યું હતું .જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

આઈ ટેન ગાડી નર્મદા કેનાલમાં ખાબકતાના થોડાક કલાક બાદ એક એમ્બ્યુલન્સ પણ નર્મદા કેનાલમાં ખાબકી હતી. જેમાં એમ્બ્યુલન્સ ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સેગવા ગામ પાસેથી પસાર થતી અને રાજપીપળા – વડોદરા જવાના મુખ્ય સ્ટેટ હાઈવે હોવા છતાં ઘણા સમયથી વાહનચાલકો માટે મુશ્કેલીઓ સર્જતો નર્મદા કેનાલ પાસેનો વળાંક ને પહોળો અને સીધો કરવા માટે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નિકાલ કરાતો નથી. પરિણામે નિર્દોષ વાહનચાલકોને ભોગ બનવું પડે છે. જેથી કોઇનો જીવનો ભોગ ના લેવાય જેના સંદર્ભમાં તંત્ર દ્વારા નર્મદા કેનાલ પાસેનો સાંકડો અને ગંભીર વળાંકનો નિરાકરણ લાવવામા આવે એવી સ્થાનિક લોકો દ્વારા તંત્રને અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here