Wednesday, September 29, 2021
Homeજાંબુઆ બ્રિજ નજીક 108ના કર્મચારીની પત્નીના મોપેડને કારે ટક્કર મારી, સારવાર દરમિયાન...
Array

જાંબુઆ બ્રિજ નજીક 108ના કર્મચારીની પત્નીના મોપેડને કારે ટક્કર મારી, સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત

હાઇવે પર જાંબુઆ બ્રિજ નજીક 108ના કર્મચારીની પત્નીના મોપેડને કારે ટક્કર મારતા ઇજાગ્રસ્ત પત્નીનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. મકરપુરા પોલીસે કાર સવાર સામે ગુનો નોંધ્યો હતો. આજવા રોડ સયાજી નગરમાં રહેતા રાહુલ જોસગણ 108 સેવામાં પેરા મેડિકલ તરીકે નોકરી કરે છે. તેઓનાં પત્ની જ્યોતિબેન દિપક ફાઉન્ડેશનમાં 4 વર્ષથી નોકરી કરતા હતા. ગત સોમવારે જ્યોતિબેન નોકરી પર જવા મોપેડ પર નીકળ્યાં હતાં. તેમની સાથે પતિ રાહુલભાઈ બાઇક લઈ ફરજ પર જવા નીકળ્યા હતા.

દરમિયાન જાંબુઆ બ્રિજ નજીક વળાંક પર તરસાલી તરફથી આવતી કારે જ્યોતિબેનના મોપેડને ટક્કર મારી હતી. પાછળ ચાલી રહેલા પતિ રાહુલભાઈની નજરની સામે જ ઘટના બનતાં તેઓએ ઇજાગ્રસ્ત જ્યોતિબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેઓનું હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments