રાજકોટ : ગુંદાવાડીમાં વર્ષો જૂના મકાનની દિવાલ ધરાશાયી થતાં સુથાર પ્રૌઢનું મોત

0
0

રાજકોટ:શહેરના ગુંદાવાડીમાં વહેલી સવારે આશરે નેવું વર્ષ જુના મકાનમાં બે રૂમ વચ્ચેની એક દિવાલ એકાએક તૂટી પડતાં ઘરમાં ઉંઘી રહેલા સુથાર પ્રોઢની છાતી પર વજનદાર બેલુ પડતાં બેભાન થઇ ગયા હતા. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

સિવિલ હોસ્પિટલના તબિબે મૃત જાહેર કર્યાં
ગુંદાવાડીમાં રહેતાં હિતેષભાઇ બચુભાઇ જીંજુવાડીયા (ઉં-49) નામના ગુર્જર સુથાર પ્રૌઢ સવારે સાડા પાંચેક વાગ્યે ઉંઘી રહ્યા હતાં. ત્યારે તેમના ઘરની બે રૂમ વચ્ચેની દિવાલ અચાનક ધરાશાયી થઇ જતાં કાટમાળનું એક બેલુ તેમની છાતી પર પડતાં બેભાન થઇ ગયા હતાં. ઘરમાં તેમના ધર્મપત્નિ કિરણબેન અને બે દિકરીઓ પણ સુતા હતાં. સદ્દનસિબે આ બધાનો બચાવ થયો હતો. હિતેષભાઇને છાતીમાં મુંઢ ઇજા થતાં બેભાન થઇ ગયા હોઇ તાકીદે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ તબિબે તેને મૃત જાહેર કર્યાં હતા. સમગ્ર ઘટનાની જાણ ભક્તિનગર પોલીસને થતાં તેઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.

સ્વજનોના કહેવા લગભગ નેવુ વર્ષ જુનુ મકાન હતું
મૃત્યુ પામનાર હિતેષભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં ચોથા હતાં અને ગુંદાવાડીમાં કાપડની દૂકાનમાં નોકરી કરતાં હતાં. તેમના મૃત્યુથી બે દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. જે બંને અભ્યાસ કરે છે. સ્વજનોના કહેવા મુજબ ખુબ જુનું લગભગ નેવુ વર્ષ જુનુ મકાન હતું. ભારે વરસાદને પગલે દિવાલ નબળી પડી ગયાનું તારણ છે. બનાવને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here