મોદીને ચૂંટણીમાં પડકાર આપવાનો કેસ : BSFમાંથી બરતરફ તેજબહાદુરની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી.

0
34

સુપ્રીમ કોર્ટે મંગળવારે પ્રધાનમંત્રી મોદીની ચૂંટણીને પડકાર આપતી અરજીને ફગાવી દીધી છે. BSFએ બરતરફ કરેલા કોન્સ્ટેબલ તેજબહાદુરે આ અરજી દાખલ કરી હતી. તેણે વારાણસીથી મોદી સામે ચૂંટણી લડવા માટે નામાંકન દાખલ કર્યું હતું, પરંતુ ચૂંટણી કમિશને તેના ફોર્મને માન્ય રાખ્યું ન હતું.

સુપ્રીમ કોર્ટે 18 નવેમ્બરે આ કેસની સુનાવણી કરતા ચુકાદો અનામત રાખ્યો હતો. આ પહેલાં તેજબહાદુરે અલાહાબાદ હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે ન તો તેઓ વારાણસીના મતદાર છે અને ન તો તેણે મોદી સામે ચૂંટણી લડી છે. એટલા માટે આ અરજી રદ કરાય છે. આ ચુકાદાની વિરુદ્ધમાં તેજબહાદુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

તેજબહાદુરે બે વાર ફોર્મ ભર્યું હતું

BSFના બરતરફ કોન્સ્ટેબલને વારાણસીના રિટર્નિંગ ઓફિસરે બે ચૂટણીની એફિડેવિટમાં નોકરીમાંથી બરતરફ થવાનું અલગ-અલગ કારણ રજૂ કર્યું હતું. જવાબથી સંતુષ્ટ ન હોવાના કારણે ચૂંટણી કમિશને તેના ફોર્મને રદ કરી દીધું હતું.

વાસ્તવમાં સપા-બસપા ગઠબંધને પ્રધાનમંત્રી મોદી સામે ચૂંટણી લડવા માટે તેજબહાદુરને ટિકિટ આપી હતી. આ પહેલાં તેણે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.