શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ : હોસ્પિટલના ICU વોર્ડમાં 8 દર્દીઓના મોતનો મામલો, મુખ્ય ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ

0
0

અમદાવાદ. શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 દર્દીનાં મૃત્યુ થવાના મામલે નવરંગપુરા પોલીસે હોસ્પિટલના મુખ્ય સંચાલક ભરત મહંત સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ભરત મહંતની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. પોલીસે આ સમગ્ર મામલામાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર તંત્રને ક્લિનચીટ આપી દોષનો ટોપલો માત્ર હોસ્પિટલ તંત્ર પર ઢોળી દીધો છે.

પોલીસે આરોગ્ય વિભાગ પાસે કેટલીક વિગતો માંગી

કેસના તપાસ કરતા અધિકારી SP મુકેશ પટેલે હોસ્પિટલની બેદરકારી નક્કી કરવા માટે આરોગ્ય વિભાગ પાસે તપાસના કામની વિગતો માગી છે. જેમાં ICUમાં દર્દી, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ કેટલો હોવો જોઇએ. બહાર નીકળવાના દરવાજા કેટલા હોવા જોઇએ, વૅન્ટિલેશન કેવા પ્રકારનું હોવું જોઇએ. ફાયર સેફ્ટી કેવી અને કેટલા પ્રમાણમાં હોવી જોઇએ. ઇમરજન્સીના સમયમાં દર્દીની હેરફેર કરવા માટે શું સગવડ જોવી જોઇએ આ પ્રકારની વિગતો મંગાવી છે.

ટ્રસ્ટી ભરત મહંતનો ભૂતકાળ ખરડાયેલો

5 ઓગસ્ટની રાત્રે શ્રેય હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓના વોર્ડમાં આગ લાગી હતી. આ આગમાં કોરોનાના 8 દર્દીઓ જીવતાં ભૂંજાઈ ગયા હતા. આગના સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલની બેદરકારી હોવાનું સામે આવી છે અને ત્યારે 4 ટ્રસ્ટીઓ પૈકીના એક ભરત મહંત વિવાદાસ્પદ ઇતિહાસ ધરાવે છે. શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી અને રાજકીય વગ ધરાવતા એવા ભરત મહંતનું ચરિત્ર વિવાદાસ્પદ છે. તેમના ખાતામાં વિદ્યાર્થિનીઓને બાથમાં લેવાનું કુકર્મ બોલે છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ વિજયદાસ મહંતના પુત્ર છે. જોકે 2019માં ભરત મહંત ભાજપમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here