ગુજરાત : લૉકડાઉન-3.0 નો અંતિમ દિવસ : અમદાવાદ સિવિલમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીનો મૃતદેહ મળવાનો મામલો, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

0
0

ગુજરાતમાં આજે લૉકડાઉન-3.0નો અંતિમ દિવસ છે અને આવતીકાલથી લૉકડાઉન 4.0નો પ્રારંભ થશે. રાજ્યમાં 15 મેની સાંજથીથી 16 મેની સાંજ સુધીમાં કોરોનાના નવા 1057 કેસ નોંધાયા હતા અને 19 દર્દીના મોત થયા હતા. તેમજ 273 દર્દી સાજા થયા હતા. આમ કુલ કેસ સંખ્યા 10988 થયા છે જ્યારે મૃત્યુઆંક 625એ પહોંચ્યો છે અને 4,308 દર્દા સાજા થઈને ઘરે પરત ફરી ચૂક્યા છે.

મુખ્યમંત્રી રૂપાણીએ તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાયેલા દર્દી ગણપત વરૂભાઈ મકવાણાની લાશ BRTS બસ સ્ટેન્ડ દાણીલીમડા પાસેથી મળી આવવાની ઘટનાની સંપૂર્ણ તપાસ માટે આદેશ કર્યો છે.

મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે પી ગુપ્તાને સોંપી છે. 

તેમજ 24 કલાકમાં તપાસ અહેવાલ રાજ્ય સરકારને સોંપવાની સૂચના આપી છે.આ પૂર્વે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જ્યારે સાંજે પોઝિટિવ કેસના આંકડા જાહેર કર્યાં ત્યારે છેલ્લાં 24 કલાકમાં નવા નોંધાયેલા 348 કેસનો જ ઉલ્લેખ કરાયો જેથી શુક્રવાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યામાં આ આંકડો ઉમેરતાં સરવાળો મળતો ન હતો અને ગેરસમજ ફેલાય તેવું બન્યું હતું. જો કે ગુજરાત સરકારે ચોવીસ કલાકમાં નોંધાયેલાં કેસ 348 જ હતાં પરંતુ પાછલા અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં જેવા કે દૂધ, કરિયાણા, શાકભાજી અને અન્ય વસ્તુઓ વેચતાં સુપર સ્પ્રેડર્સના હેલ્થ ચેક-અપ દરમિયાન 709 લોકો પોઝિટીવ આવ્યા હોઇ આ આંકડો વધુ આવ્યો હોવાની સ્પષ્ટતા કરી. પરંતુ આ તમામ આંકડા અત્યાર સુધી દબાવી રાખી દૈનિક અપડેટ ન કરાતાં એક સાથે કેમ જાહેર કરાયાં તે અંગે કોઇ સ્પષ્ટતા પ્રાપ્ત થઇ નથી.

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349)
6 મે 380 (291)
7 મે 388 (275)
8 મે 390 (269)
9 મે 394(280)
10 મે 398 (278)
11 મે 347 (268)
12 મે 362 (267)
13 મે 364 (292)
14 મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)

 

કુલ 10,989 દર્દી, 625ના મોત અને 4308 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 8144 493 2545
વડોદરા 639 32 384
સુરત 1049 49 687
રાજકોટ 79 01 51
ભાવનગર 107 08 69
આણંદ 82 08 71
ભરૂચ 32 02 25
ગાંધીનગર 163 06 63
પાટણ 38 02 22
નર્મદા 13 00 12
પંચમહાલ 69 05 48
બનાસકાંઠા 83 04 54
છોટાઉદેપુર 21 00 14
કચ્છ 14 01 06
મહેસાણા 75 03 40
બોટાદ 56 01 44
પોરબંદર 04 00 03
દાહોદ 22 00 16
ખેડા 40 01 19
ગીર-સોમનાથ 23 00 03
જામનગર 34 02 04
મોરબી 02 00 01
સાબરકાંઠા 32 02 09
મહીસાગર 48 01 35
અરવલ્લી 77 02 41
તાપી 02 00 02
વલસાડ 08 01 04
નવસારી 08 00 08
ડાંગ 02 00 02
દેવભૂમિ દ્વારકા 12 00 02
સુરેન્દ્રનગર 04 00 01
જૂનાગઢ 05 00 02
અમરેલી 01 00 00
અન્ય રાજ્ય 01 00 00
કુલ  10,989 625 4308

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here