Wednesday, August 4, 2021
HomeSample Page

Sample Page Title

વિશ્વમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 61 લાખ 69 હજાર 462 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 1 કરોડ 84 લાખ 35 હજાર 397 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 8 લાખ 66 હજાર 604 લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સમાં કેસ ઝડપથી વધી રહ્યાં છે. વિક્ટોરિયામાં જ બુધવારે 15 લોકોના મોત થયા છે. ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોની પણ સંક્રમિત થયા છે.

ઓસ્ટ્રેલિયાઃ વિક્ટોરિયામાં કેસ વધ્યા

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા અને ન્યુ સાઉથ વેલ્સમાં સંક્રમણની બીજી લહેર પણ સાબિત થઈ રહી છે. વિક્ટોરિયામાં જ બુધવારે 113 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન 15 લોકોના મોત થયા છે. સરકાર હવે એ વાતનો સર્વે કરી રહી છે કે વિવિધ શહેરોના ક્યાં-ક્યાં વિસ્તારોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં સખ્ત વ્યવસ્થા કરવામાં આવશે. બીજી તરફ ન્યુ સાઉથ વેલ્સમાં પબ્લિક પ્લેસ પર માસ્ક ન પહેરનાર પર દંડ કરવા બાબતે વિચાર કરવામાં આવી રહ્યો છે.

મેક્સિકોઃ એક દિવસમાં 4 હજારથી વધુ મામલા

મેક્સિકોની હેલ્થ મિનિસ્ટ્રીએ બુધવારે રાતે એક નિવેદનમાં જણાવ્યું કે દેશમાં 24 કલાક દરમિયાન કુલ 4921 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન 575 લોકોના મોત થયા છે. મોતનો વધતો આંકડો સરકાર માટે ફરી ચિંતાનું કારણ બની ગયું છે. ગત સપ્તાહમાં તેમાં ઘટાડો આવ્યો હતો. મેક્સિકોમાં અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ દરમિયાન 65 હજાર 816 લોકોના મોત થઈ ચૂક્યા છે. મેક્સિકોમાં ગત સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો. હવે તે ફરીથી ઝડપથી વધી રહી છે. અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં પણ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

ચીનઃ 11 નવા કેસ

ચીનમાં એક વખત ફરી સંક્રમણના મામલાઓ પ્રકાશમાં આવવાની શરૂઆત થઈ છે. બુધવારે કુલ 11 સંક્રમિતો મળ્યા છે. આ પહેલા 8 લોકો પોઝિટિવ મળ્યા હતા. નેશનલ હેલ્થ કમીશનના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે હાલ તમામ દર્દીઓ એવા છે, જે બીજા દેશોમાંથી ચીનમાં આવ્યા છે. બુધવારે સવારે આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 18 દિવસોથી કોઈ લોકલ કેસ મળ્યો નથી. બીજી તરફ ચીનનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આજે વેક્સીનને લઈને માહિતી આપી શકે છે.

ઈટાલીઃ પૂર્વ વડાપ્રધાન સંક્રમિત

ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પૂર્વ PMએ પોતે આ માહિતી આપી છે. એક નિવેદનમાં બર્લુસ્કોનીએ કહ્યું મારો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પછીથી હું પોતે આઈસોલેટ થઈ ગયો. ખૂબ જ થાક અનુભવાઈ રહ્યો છે. બુર્લુસ્કોની અહીંની સૌથી મોટી મીડિયા કંપનીના માલિક પણ છે. તેમણે કહ્યું- હું મારી રાજકીય ગતિવિધિઓ ચાલુ રાખીશ. મીડિયાના માધ્યમથી પ્રચાર પણ કરીશ.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments