શિયાળામાં વધે છે સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરના કેસ, જાણો તે શું છે અને તેનાથી કેવી રીતે બચશો?

0
24

ઋતુ બદલાઈ જાય ત્યારે આપણા ખાન-પાનથી લઈને પહેરવેશનું રૂટિન બદલાઈ જાય છે. તેને લીધે આપણા મન પર તેની નકારાત્મક અસર પડે છે. માનસિક રીતે આપણે ચિંતામાં રહેવા લાગીએ છીએ. ઘણી વખત આ ફેરફારની ગંભીર અસર વર્તાઈ શકે છે. મેડિકલની દુનિયામાં તેને સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર કહેવાય છે.

દિલ્હીમાં સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર સ્નેહા ત્રિપાઠી કહે છે હાલ કોરોના ચાલી રહ્યો છે અને શિયાળો પણ છે. તેવામાં સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરનું જોખમ વધી જાય છે. ખાસ કરીને તેમના માટે જેઓ કોરોનાને લીધે પહેલાંથી જ તણાવ અને ડિપ્રેશનનો શિકાર છે.

શું હોય છે સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર?

ઋતુને લીધે થતા ફેરફારો આપણી માનસિક સ્થિતિ પર અસર પાડે છે. તેને લીધે ગુસ્સો, ચીડિયાપણું અને તણાવ થવા લાગે છે. ઘણી વાર ડિપ્રેશનનું કારણ ઋતુમાં ફેરફાર પણ હોઈ શકે છે.

આવા માનસિક અસંતુલનને કારણે જે તણાવ અને ડિપ્રેશનમાં હોય છે, તેને સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર કહેવાય છે. શિયાળાની શરૂઆતમાં શરૂ થતો આ ડિસઓર્ડર આમ તો ઉનાળામાં પણ થઈ શકે છે, પરંતુ ઉનાળાની સરખામણીએ તે શિયાળામાં વધુ થાય છે. આ સિવાય પુરુષોની સરખામણીએ મહિલાઓમાં તેનાં લક્ષણો વધારે જોવા મળે છે.

સૂર્ય પ્રકાશનો અભાવ સૌથી મોટું કારણ

સીઝનલ ડિસઓર્ડરના ઘણા કારણો હોય છે, પરંતુ એક્સપર્ટ્સનું કહેવું છે કે, સૂર્ય પ્રકાશનો અભાવ તેનું સૌથી મોટું કારણ છે. શિયાળામાં ઘણા દિવસ સુધી સૂર્ય પ્રકાશ નથી આવતો, જેના કારણે શરીરમાં કુદરતી વિટામિન D પહોંચતું નથી. તેથી લોકોમાં ચીડિયાપણું જોવા મળે છે, પરંતુ તેના બીજા પણ ઘણા કારણો હોય છે. જો તમને સિઝન બદલાય તે પહેલાથી જ માનસિક અથવા શારીરિક સમસ્યા છે તો તેનું જોખમ વધી જાય છે.

સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરના લક્ષણો

  • સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરના ઘણા લક્ષણો હોય છે. તેમાં માનસિક લક્ષણ સૌથી વધારે સામે આવે છે. તેના શારિરીક લક્ષણ પણ છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે તમે માનસિક લક્ષણોથી છૂટકારો મેળવી શકો છો તો શારીરિક લક્ષણ આપમેળે ગાયબ થઈ જશે.
  • તેમાં સૌથી મહત્ત્વનું છે મૂડ ડાયવર્ટ. જેને આપણે મૂડ સ્વિંગ પણ કહીએ છીએ. ચીડિયાપણું જરૂર કરતા વધારે થવા લાગે છે. પીડિત સતત નાની નાની વાતોને લઈને તણાવમાં રહેવા લાગે છે અને વાત-વાતમાં ગુસ્સો આવવો સામાન્ય છે.
  • આ સ્ટેજમાં ભૂખ નથી લાગતી, આળસ આવે છે, શરીર સુસ્ત રહે છે તેમજ ઊંઘ પણ નથી આવતી. જ્યારે આ બધી સમસ્યાઓ વધી જાય છે તો તે ડિપ્રેશનમાં બદલાઈ જાય છે, જેનાથી સ્વસ્થ થવામાં ઘણો સમય લાગે છે.

બચવાની અને સારવારની રીત સરળ

તેનાથી બચવા માટે વિટામિન-D સૌથી વધારે જરૂરી છે. વિટામિન-D શરીરમાં સેરોટૉનિનું લેવલ વધારે છે. તે આપણા શરીરમાં જોવા મળતું એક કેમિકલ હોય છે, જે આપણા મૂડને કન્ટ્રોલ અથવા સંતુલિત કરે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તેની ઊણપ થવાથી આપણે જરૂર કરતા વધારે રિએક્ટ કરવા લાગીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here