Wednesday, September 28, 2022
Homeગુજરાતઢોર નિયંત્રણ કાયદો : ગુજરાતમાં પશુપાલકોનો ઉગ્ર વિરોધ

ઢોર નિયંત્રણ કાયદો : ગુજરાતમાં પશુપાલકોનો ઉગ્ર વિરોધ

- Advertisement -

ગુજરાતભરમાં આજે પશુપાલકો ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. માલધારી સમાજની દૂધ-હડતાળને પગલે ગઇકાલે મોડી રાતથી જ શરુ થયેલી દૂધની અછત આજે દૂધના કકળાટમાં પરિવર્તિત થઈ ગઈ છે. કારણ કે અત્યારે આખાય રાજ્યમાં ઠેર-ઠેર પશુપાલકો દૂધ ઢોળીને વિરોધ કરી રહ્યાં છે. એટલું જ નહીં, રાજકોટ, સુરત સહિત ઘણાં શહેરોમાં દૂધ સપ્લાય કરતાં વાહનો અટકાવીને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભાવનગરના બોટાદમાં શહેર અને જિલ્લાની ડેરીઓમાં દૂધનું વેચાણ બંધ કરી દેવાયું છે. ડેરી અને દુકાનદારોએ પશુપાલકોના બંધને સમર્થન આપ્યું છે. બોટાદમાં આજે દૂધ વિતરણ વ્યવસ્થા બંધ કરી દેવાઇ છે. જેતપુરમાં પશુપાલકો દ્વારા બંધનું એલાન અપાયું છે. આગેવાનોએ શહેરમાં મૌન રેલી યોજી વિરોધ વ્યકત કર્યો છે. પશુપાલકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે. જેતપુર શહેર અને જિલ્લામાં દૂધ વિતરણ વ્યવસ્થા બંધ કરી દેવાઇ છે.

જામનગરમાં પશુપાલકો આંદોલનમાં જોડાયા છે. ખોડીયાર કોલોનીના પીઠ ઉપર 200 જેટલા પશુપાલકો આંદોલનમાં જોડાયા છે. અહીં દૈનિક 3 હજાર લિટરથી વધારે માત્રામાં દૂધ આવે છે. આ સિવાય રાજકોટ-કોલાવડ રોડ ઉપર પશુપાલકોએ વિરોધ દર્શાવતા મેટોડા પાટીયા નજીક ટેન્કર રોકીને દૂધ ઢોળ્યું છે. દૂધ ઢોળીને પશુપાલકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. ભરૂચ જિલ્લામાં હજારો લિટર દૂધ નદીમાં ઠાલવવામાં આવ્યું છે. નિલકંઠ મંદિર નજીક નર્મદા નદીમાં દૂધ ઢોળવામાં આવ્યું છે. પશુપાલકોએ વિરોધના પગલે દૂધ ઢોળીને ઉગ્ર વિરોધ કર્યો છે. ઢોર નિયંત્રણ બીલને લઈને પશુપાલકો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular