Tuesday, December 7, 2021
Homeઅમદાવાદ : કાફે અમુલ પાર્લર ની પાછળ ચાલતું જુગારધામ ઝડપાયુ, ત્રણ ની...
Array

અમદાવાદ : કાફે અમુલ પાર્લર ની પાછળ ચાલતું જુગારધામ ઝડપાયુ, ત્રણ ની ધરપકડ

શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલા શુકનમોલ ચાર રસ્તા પાસે આગળના ભાગમાં કાફે અમુલ પાર્લર ચાલતુ હતુ. જ્યારે પાછળના રૂમના જુગારધામ ચાલતુ હતુ. ક્રાઇમબ્રાંચે દરોડો પાડતાં જુગારધામના સંચાલક સહિત અન્ય એક શખ્સની પાછળ પોલીસ ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જો કે આરોપીઓ કારમાં ભાગી ગયા હતા. પોલીસે જુગારધામમાં બેઠેલા અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ક્રાઇમબ્રાંચે આરોપીઓને પકડીને સોલા હાઇકોર્ટ પોલીસને સોંપ્યા હતા. ક્રાઇમબ્રાંચ છાપો મારતાં સોલા પોલીસ ઉંઘતી ઝડપાઇ હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ બાતમીના આધારે બુધવારે સાંજે સાડા પાંચ વાગે સાયન્સ સિટી રોડ પરના કાફે અમુલ પાર્લર પર દરોડો પાડતાં નાસભાગ મચી ગઇ હતી. કાફે અમુલ પાર્લરના આગળના ભાગમાં ધંધો ચાલતો હતો. જ્યાં રોજના હજજારો લોકોની અવર-જવર હોય છે. ત્યાં પાર્લરના આળમાં પાછળના ભાગમાં મોટા પાયે જુગારધામ ચાલતુ હતુ. જો કે પોલીસ આવતાંની જાણ જુગારધામના સંચાલક નિરવ મહેન્દ્રભાઇ પટેલ અને જીત ઉર્ફે બુધો રસીકભાઇ પટેલને થઇ ગઇ હતી. જેથી આ બંન્ને આરોપીઓ ભાગીને કારમાં બેસીને ફરાર થઇ ગયા હતા.

જયારે કેવલ બળવંતભાઇ પટેલ (રહે સર્વોદય સોસાયટી સત્તાધાર ચાર રસ્તા) ક્રાર્તિક હરિરામ મહેશ્વરી ( રહે કલ્પતરુ એપાર્ટમેન્ટ નવા વાડજ) રાજુભાઇ પટેલ ઉર્ફે કલર સહિતની ત્રણ આરોપીઓને પોલીસ પકડી પાડયા હતા. જો કે લોકોની અવર-જવર વાળો વિસ્તાર હતો તેમ હોવા છતાં સોલા પોલીસને કેમ જાણ નહોતી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે 14 હજાર રોકડ અને અલગ-અલગ રંગના કોઇન તેમજ મોબાઇલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments