Monday, October 25, 2021
Homeમ્યુકોરમાઇકોસિસનો કહેર : સિવિલમાં ગંભીર અસરોને કારણે રોજ એક દર્દીનું મોત
Array

મ્યુકોરમાઇકોસિસનો કહેર : સિવિલમાં ગંભીર અસરોને કારણે રોજ એક દર્દીનું મોત

સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા 700માંથી 435 દર્દીની સર્જરી કરાઈ છે. હાલ હોસ્પિટલમાં દાખલ 387માંથી 100 દર્દી સર્જરીની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી દરરોજ એક દર્દીનાં મોત સાથે કુલ 35થી 40 દર્દીના મ્યુકર માયકોસિસની સાથે અન્ય તકલીફોથી મોત થયાં છે.

સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકર માઇકોસિસના કુલ 650થી 700 દર્દી દાખલ થયાં છે, જેમાંથી 435 દર્દીની ઇએન્ડટી વિભાગના ડોકટરો દ્વારા 435 દર્દીની સર્જરી કરાઈ છે. તેમજ હાલમાં હોસ્પિટલમાં 387 દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી 100 દર્દી એવાં છે, જેમની સર્જરી કરવાની બાકી છે. જેમ જેમ દર્દી સર્જરી કરવા માટે ફીટ જણાશે તે મુજબ સર્જરી હાથ ધરાશે. માઇકોસિસની ગંભીર અસરોને કારણે હોસ્પિટલમાં રોજ 1 દર્દીનું મોત થાય છે. મંગળવારે 7 દર્દી દાખલ થયા છે. જ્યારે 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાના 270 દર્દી સારવાર હેઠળ છે.

સોલા સિવિલમાં મ્યુકર માઇકોસિસના ડેન્ટલ અને ઇએન્ડટીની તકલીફ સાથેના 71 દર્દી દાખલ છે, જેમાં બહારથી સર્જરી કરાઈને આવેલાં 30, હોસ્પિટલમાં 20 દર્દીની સર્જરી, 4 દાંત-જડબાની સર્જરી તેમજ અન્ય દર્દી એવાં છે, જેમની સર્જરી કરવાની બાકી છે.

ઇએન્ડટીમાં કેવી રીતે તપાસ થાય છે
દર્દીના નાકમાંથી એન્ડોસ્કોપ દ્વારા સાયનસ, આંખ અને મગજનું તાળવું કે જ્યાંથી મગજની શરૂઆત થતી હોય તેની તપાસ કરાય છે. ત્યાર બાદ સાયનસ, આંખ, મગજનાનું તાળવા તેમ જ ગાલની નીચેના ભાગમાંથી ઇન્ફેક્શનગ્રસ્ત ભાગ કાઢવો પડે છે. ઇએન્ડટીમાં આવતાં કેસમાં પ્રથમ ક્રમે સાયનસ, બીજા ક્રમે ગળાના તાળવાના, ત્રીજા ક્રમે આંખ, ચોથા ક્રમે મગજના તાળવાના કેસ જોવા મળે છે. – ડો. નીના ભાલોડિયા, ઇએન્ડટી વિભાગનાં વડાં, સોલા સિવિલ હોસ્પિટલ

ડેન્ટલ હોસ્પિ.માં 142 દર્દીની સર્જરી કરાઈ
હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકર માઇકોસિસને લીધે દાંત અને જડબામાં ઇન્ફેકશન લાગ્યું હોય તેવાં 186 દર્દી નોંધાયા છે, જેમાંથી 142 દર્દીની સર્જરી કરીને દાંત અને જડબા કાઢવા પડ્યાં છે તેમ જ 4થી 5 દર્દીનાં મોત થયાં છે. હાલમાં 100 જેટલાં દર્દી ડેન્ટલ અને પેરાપ્લેજિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. – ડો. ગિરીશ પરમાર, અધિક નિયામક, ડેન્ટલ હોસ્પિટલ, સિવિલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments