દિવસમાં વારંવાર ઝોકાં આવતાં હોય તો સાવધાન, અલ્ઝાઈમર્સનો સંકેત હોઈ શકે છે

0
32

હેલ્થ ડેસ્ક. સામાન્ય રીતે દિવસમાં થોડીવાર માટે ઝોકું ખાઈ લેવું સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે. પરંતુ દિવસ દરમિયાન વધુ પડતાં ઝોકાં આવતાં હોય તો ભૂલવાની બીમારી એટલે કે અલ્ઝાઈમર્સ ડિસીઝનું ચિહ્ન હોઈ શકે છે. જો દિવસમાં કામ કરતાં કરતાં પણ તમને હંમેશાં ઝોકાં આવતા હોય તો તે વાતનો ડરામણો સંકેત છે કે ભવિષ્યમાં તમને અલ્ઝાઈમર્સ ડિસીઝ થઈ શકે છે.

હાલમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વધારે પડતી ઊંઘ આવવાથી અલ્ઝાઈમરની બીમારી થવાનું જોખમ વધારે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કોમાં પ્રકાશિત આ રિસર્ચમાં સંશોધકોએ અલ્ઝાઈમરથી પીડિત 13 મૃત લોકોના મગજમાં અનિદ્રા સાથે જોડાયેલ હિસ્સામાં અલ્ઝાઈમરની બીમારીનાં લક્ષણો તપાસ્યાં અને બાદમાં તેમની તુલના એવા 7 લોકો સાથે કરવામાં આવી જેમનામાં અલ્ઝાઈમરનાં લક્ષણો નહોતાં.

સંશોધકોના કહેવા અનુસાર, અલ્ઝાઈમરની બીમારીમાં મગજનો તે ભાગ કમજોર થઈ જાય છે જે તમને દિવસ દરમિયાન જાગ્રત રાખે છે. એટલે જ દિવસ દરમિયાન કવેળાએ ઝોકાં આવવા લાગે છે.

આ રિસર્ચમાં જોવા મળ્યું કે, દિવસમાં આપણે જાગૃત રાખનારા મગજના તે હિસ્સા તાઉ (Tau)નામના પ્રોટીનથી ક્ષતિગ્રસ્ત થાય છે. તેનાથી સાબિત થાય છે કે, એમાલોઈડ પ્રોટીનની જગ્યાએ તાઉ પ્રોટીન અલ્ઝાઈમરની બીમારીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલે કે અનિદ્રાને જન્મ આપનાર મગજના તે હિસ્સાને તાઉ પ્રોટીનના કારણે નુકસાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here