સાવચેતી – ભારત-ચીન તંગદિલીને લઈ મુંબઈ સ્થિત નૌકાદળ સુસજ્જ, જરૂર પડે તો ચોવીસ કલાકમાં યુદ્ધ માટે સજ્જ થવાની તૈયારી

0
0

સીએન 24,ગુજરાત

મુંબઈ. ગલવાન ખીણમાં તંગદિલી પછી નૌકાદળનું મુંબઈ સ્થિત પશ્ચિમ કમાન્ડ સાવચેત થયું છે. કમાન્ડના મોટા ભાગના યુદ્ધજહાજોએ અરબી સમુદ્રમાં ધામા નાખ્યા છે. જરૂર પડે તો ચોવીસ કલાકમાં યુદ્ધ માટે સજ્જ થવાની તૈયારી નૌકાદળે રાખી છે. ભારત-ચીન નિયંત્રણ રેખા પરન ઘટના પછી દેશના સુરક્ષા દળોને સાવધાન રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. એમાં પશ્ચિમ કમાન્ડનો પણ સમાવેશ છે.

મુંબઈના કમાન્ડ મુખ્યાલયનને સીધા સજ્જ રહેવાની સૂચના આપવામાં આવી નથી છતાં કમાન્ડે પોતાના સ્તરે સજ્જતાની તૈયારી કરી છે. કમાન્ડના સૂત્રો અનુસાર લોકડાઉનને કારણે અત્યારે આમેય જહાજોનું રિપેરીંગ કામ બંધ છે. કોરોનાનું સંક્રમણ ટાળવા મોટા ઊાગના યુદ્ધજહાજો અત્યારે અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ પર છે. આ જહાજો સાથે સંબંધિત અધિકારી અને નૌકાસૈનિકોને પણ કોરોનાનું સંક્રમણ ન થાય એ માટે જુદા રાખવામાં આવ્યા છે. આ તમામ પાર્શ્વભૂમિ પર નૈકાદળ સજ્જ છે. સંરક્ષણ મંત્રાલય તરફથી પણ ચોક્કસ કોઈ સૂચના આવે તો પશ્ચિમ નૌકાદળ કમાન્ડના યુદ્ધજહાજો ચોવીસ કલાકમાં યુદ્ધ માટે સજ્જ્ સ્થિતિમાં થઈ શકે એવી તૈયારી છે. ચીની યુદ્ધજહાજો આ પહેલાં દક્ષિણમાં હિંદી મહાસાગર સુધી આવ્યા હતા. હજી તે અરબી સમુદ્રમાં દેખાયા નથી. પણ ગલવાન ખીણની પાર્શ્વભૂમિ પર ચીન તરફથી અરબી સમુદ્રમાં કંઈ પ્રવૃત્તિ ન થાય એ માટે પશ્ચિમ કમાન્ડના યુદ્ધ જહાજો સાવધ થયા છે. દુનિયાનું ૭૦ ટકા માલ પરિવહન અરબી સમુદ્રમાંથી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here