અષાઢ મહિનાની પૂર્ણમા એટલે કે 16 જુલાઈના રોજ થનાર ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હશે. જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રાના જણાવ્યા મુજબ ભારતમાં આ ગ્રહણ 16-17 જુલાઈની રાતના લગભગ 1.31 વાગ્યે શરૂ થશે. ગ્રહણનો મધ્ય સમય રાતના 3.01 મિનિટ રહેશે. જ્યારે સવારના 4.30 વાગ્યે ગ્રહણ પૂરું થશે. ચંદ્ર ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા સૂતક લાગે છે. જે 16 જુલાઈના દિવસે સાંજે 4.30 વાગ્યે શરૂ થશે અને ગ્રહણ પૂરું થવાની શાથે તે પૂરું થશે.
આ દિવસે ગુરુ પૂર્ણિમાં છે, તેથી ગુરુ પૂજન અને અન્ય શુભ કામ સૂતક સમય પહેલા એટલે કે સાંજના 4.30 પહેલા કરી લેવા જોઈએ.
ચંદ્ર ગ્રહણ ક્યા જોવા મળશે
ભારત ઉપરાંત આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, એશિયા (ઉત્તર-પૂર્વ ભાગને છોડીને), આફ્રિકા, યૂરોપ, ઉત્તર તથા દક્ષિણ અમેરિકાના મોટાભાગના ભાગમાં જોવા મળશે.
ચંદ્રાસ્ત સમય તે ન્યૂઝીલેન્ડના અમુક ભાગમાં, ઓસ્ટ્રેલિયાના પૂર્વભાગમાં, ઉત્તર અને દક્ષિણ કોરિયા, ચીનના ઉત્તરભાગમાં, રશિયાના અમુક ભાગમાં જોવા મળશે. ચંદ્રોદયના સમયે ગ્રહણ આર્જેન્ટિના, ચિલી, બોલીવિયા, બ્રાઝીલના પશ્ચિમ ભાગમાં, પેરુ તેમજ ઉત્તર એટલાન્ટિકા મહાસાગરમાં જોવા મળશે.
ગ્રહણના સમયે આ કામ ન કરવું જોઈએ.
- ગ્રહણના સમયે માથામાં તેલ નાંખવું, ભોજન કરવું, પાણી પીવું, ઊંઘવુ, વાળ ખુલ્લા રાખવા, શરીર સુખ માણવું, દાંતણ કરવું, કપડાંને ધોવા, તાળું ખોલવાની મનાઈ કરાઈ છે.
- ગ્રહણના સમયે ઊંઘવાથી બીમારી વધે છે. મળ ત્યાગવાથી પેટમાં કૃમિ રોગ વધવાની સંભાવના છે.માલિશ પણ ન કરવું જોઈએ.
- દેવી ભાગવતમાં જણાવાયું છે કે સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણના સમયે ભોજન ભોજન કરનાર વ્યક્તિને પેટની બીમારી પરેશાન કરે છે. આવી વ્યક્તિને આંખ કે દાંતના રોગ થઈ શકે છે.
- ગ્રહણના ત્રણ પહોરપહેલા ભોજન કરી લેવું જોઈએ. (ત્રણ કલાકનું એક પહોર હોય છે) વૃદ્ધ, બાળક અને બીમાર વ્યક્તિએ એક પહોર પહેલા જમી લેવું જોઈએ.
- ગ્રહણના દિવસે છોડ કે વૃક્ષના પાંદ, ઘાસ, લાકડી અને ફૂલને તોડવા ન જોઈએ.
- સ્કંદ પુરાણ મુજબ ગ્રહણના સમયે બીજાનું અન્ન ખાવાથી પુણ્ય નષ્ટ થાય છે.
- ગ્રહણના સમયે કોઈ પમ શુભ કામ કે નવું કામ કરવું ન જોઈએ.
ગ્રહણ સમયે શું કરવું જોઈએ
- ગ્રહણ શરૂ થથા પહેલા સ્નાન કરી ભગવાનની પૂજા, યજ્ઞ,જપ કરવા જોઈએ.
- વેદવ્યાસજીએ જણાવ્યું છે કે ચંદ્રગ્રહણમાં કરવામાં આવેલું પુણ્યકર્મ (જપ,ધ્યાન, દાન વગેરે) એક લાખ ગણુ થઈ જાય છે અને સૂર્ય ગ્રહણમાં કરવામાં આવેલું પુણ્યનું કામ દસ લાખ ગણુ ફળ આપે છે.
- ગ્રહણના સમયે ગુરુમંત્ર, ઈષ્ટમંત્ર કે ભગવાનના નામનો જાપ કરવો જોઈએ.
- ગ્રહણ પૂરું થયા પછી સ્નાન કરી શ્રદ્ધા મુજબ બ્રાહ્મણને દાન આપવું જોઈએ.
- ગ્રહણ પછી જૂના પાણી, અન્નનો નષ્ટ કરી નવું ભોજન બનાવવું જોઈએ. માટલામાં તાજુ જળ ભરવું જોઈએ.
- ગ્રહણ પૂરું થયા પછી સૂર્ય કે ચંદ્ર જેનું ગ્રહણ હોય તેનું શુદ્ધ જોઈને ભોજન કરવું જોઈએ.
- ગ્રહણકાળમાં સ્પર્શ કરવામાં આવેલ વસ્ત્રને ધોઈ લેવા જોઈએ અને વ્યક્તિએ પણ વ્યક્તિ સાથે સ્નાન કરવું જોઈએ.
- ગ્રહણના સમયે ગાયને ઘાસ, પક્ષિઓને અન્ન, જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તેનું ફળ અનેક ગણું મળે છે.
ગર્ભવતી મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ
- ગર્ભવતી સ્ત્રી ગ્રહણ ન જોવું જોઈએ. કારણ કે તેની ખરાબ અસર ગર્ભસ્થ શિશુના અંગ ઉપર પડે છે.તે વિકલાંગ બની શકે છે. ગર્ભપાતની સંભાવના વધી જાય છે.
- તેનાથી બચવા માટે ગર્ભવતી મહિલાએ પેટ ઉપર છાણ અને તુલસીનો લેપ કરવો જોઈએ. જેનાથી રાહુ-કેતુ તેને સ્પર્શ કરતા નથી.
- ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાએ કાતર કે ચપ્પુથી કંઈ કાપવું ન જોઈએ. સાથે કોઈ વસ્ત્રને સિવવા પણ ન જોઈએ. એવી માન્યતા છે કે તેનાથી ગર્ભસ્થ શિશુનું અંગ કપાય જાય છે અથવા જોડાય જાય છે.
આ 8 રાશિ ઉપર અશુભ અસર પડશે
જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રાના જણાવ્યા મુજબ મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન અને મકર રાશિના જાતકો ઉપર આ ગ્રહણની અશુભ અસર પડશે. આ રાશિના જાતકોએ સંભાળીને રહેવું.
કર્ક, તુલા, કુંભ અને મીન રાશિના જાતકો ઉપર આ ચંદ્ર ગ્રહણની અશુભ અસર પડશે નહીં