પ્રાંતિજ સહિત તાલુકા માં સૌભાગ્યવતી મહિલા ઓ દ્વારા કેવડાત્રીજ નું વ્રત કરવામાં આવ્યું .

0
0

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં સૌભાગ્ય વતિ  મહિલા ઓ દ્વારા પોતાના પતિ ના આયુષ્ય માટે કેવડાત્રીજ નું  વ્રત કરવામાં આવ્યું .

 

કેવડાત્રીજ નું વ્રત સાથે નકોરો ઉપવાસ કરી પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરે છે .

શિવ મંદિર માં જઇ કેવડો બીલપત્ર પુષ્પો અર્પણ કરી રાત્રી નું જાગરણ કરે છે.

 

આજે ભાદરવા સુદ એટલે કેવડાત્રીજ આજના દિવસે સૌભાગ્ય વતિ સ્ત્રીઓ પોતાના પતિ ના લાંબા આયુષ્ય માટે આખો દિવસ નકરો ઉપવાસ કરી ભગવાન શિવજી ની પુજા અર્ચના કરી બીલીપત્ર પુષ્પો અને કેવડો ચડાવે છે દિવસ ભર માત્ર કેવડો સુગીને વ્રત કરે છે અને આખીરાત જાગરણ કરે છે જિલ્લા સહિત  પ્રાંતિજ તાલુકા માં આજે સૌભાગ્ય વતી મહિલા ઓ કેવડાત્રીજ નુ વ્રત કરી ભગવાન શિવજી આગળ પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.

 

માતા પાર્વતીજી એ પણ ભગવાન શિવજી સાથે લગ્ન કરવા માટે પોતાની સખીઓ સાથે જંગલ માં જઇ શિવલીંગ બનાવી તેની પુજા કરી બીલી પત્ર પુષ્પ અને કેવડો ચડાવી દિવસ ભર ઉપવાસ કરી લગ્ન કરવા માટે ભગવાન શિવજીને પ્રસન્ન કરી લગ્ન નું વરદાન માગ્યું હતું મહિલાઓ આમતો ભગવાન શિવજીની પુજા નથી કરતી પણ આજના એક દિવસ માત્ર સૌભાગ્ય વતી સ્ત્રીઓને પુજા કરી શકે છે તેવું શાસ્ત્રો માં પણ જણાવ્યું છે જયાંરે પાર્વતીજી એ ભુલ થી ભગવાન શિવજી ને કેવડો ચડાવ્યો હતો એટલે ભગવાને પ્રેમથી સ્વીકાર પણ કર્યો હતો ત્યારે પ્રાંતિજ ખાતે સૌભાગ્ય વતી મહિલા ઓ દ્વારા તપોધન ફડી ખાતે આવેલ  શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તથા ખોડીયાર કુવા ખાતે આવેલ ગણપતિ મંદિર સહિત ના શિવ મંદિરો મા ખાતે જઇ ને શિવજી ની પુજા અર્ચના કરી હતી .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here