CBIના નવા ડાયરેક્ટર પસંદ કરવા મોદીની અધ્યક્ષતામાં આજે બેઠક, 80 ઓફિસરોના નામ આપવામાં આવ્યા

0
32

નવી દિલ્હી: સીબીઆઈમાં નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સિલેક્શન સમિતિની બેઠક આજે થવાની છે. આ પેનલની આ બીજી બેઠક છે. આ પહેલાં 24 જાન્યુઆરીએ આ મીટિંગ થઈ હતી પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહતો. આલોક વર્માને ડિરેક્ટર પદ પરથી હટાવવામાં આવ્યા પછી એમ નાગેશ્વર રાવને તાત્કાલીક ચીફ બનાવવામાં આવ્યા છે.

ઉમેદવારોની સંપૂર્ણ માહિતી લીધી- ખડગે
  • પેનલના સભ્યોમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ છે. એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, શુક્રવારે બેઠક થવાનું નક્કી છે. તેમણે આ વિશે વધારે માહિતી નથી આપી.
  • ગઈ બેઠકમાં પેનલે સમિતિઓના સભ્યોને યોગ્ય ઉમેદવારોના નામ જણાવ્યા હતા. ખડગેએ આ વિશે કહ્યું હતું કે, સરકારે 70-80 નામ રજૂ કર્યા છે. તેમના અનુભવ અને કરિયર વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. અમે દરેક જરૂરી માહિતી આપવાની વાત કરી હતી.
વર્મા-અસ્થાના બંનેને એજન્સી પરથી હટાવવામાં આવ્યા
  • પૂર્વ ચીફ આલોક વર્મા અને પૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર આલોક વર્માએ એકબીજા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ત્યારપછીથી બંનેને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. જોકે 9 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે વર્માને પદ પરત આપવાનો આદેશ આપ્યો હતો.
  • સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી વડાપ્રધાનની અધ્યક્ષતા વાળી ઉચ્ચઅધિકારીઓની સમિતિમાં વર્માને સીબીઆઈ ચીફ પોસ્ટ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારપછી તેમને સિવિલ ડિફેન્સ, ફાયર સર્વિસ અને હોમગાર્ડ વિભાગના ડિરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા. પરંતુ વર્માએ આ પદ સ્વીકારવાનો ઈન્કાર કરીને રાજીનામું આપી દીધું હતું.
  • 17 જાન્યુઆરીએ અસ્થાનાની પણ સીબીઆઈમાંથી ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. તેમની સાથે અન્ય 3 અધિકારીઓને પણ તપાસમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમને સિવિલ એવિયેશન બ્યૂરોમાં મહાનિર્દેશક બનાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here