Tuesday, December 7, 2021
HomeCBI-CVC સરકારની કઠપુતળી, કોંગ્રેસે કર્યો આક્ષેપ
Array

CBI-CVC સરકારની કઠપુતળી, કોંગ્રેસે કર્યો આક્ષેપ

CBI ના ડાયરેકટર આલોક વર્માની વિવાદાસ્પદ  વિદાય પછી કોંગ્રેસે આજે ચીફ વિજીલન્સ કમિશનર CVCને દૂર કરવાની જોરદાર માંગણી કરી તેઓ સરકારની કઠપુતળીની જેમ વર્તી રહ્યા હોવાનો આરોપ કર્યો હતો. કોંગ્રેસના પ્રવકતા અભિષેક મનુ સંઘવીએ આજે પત્રકાર  પરિષદમાં કહ્યું હતું કે ‘ચીફ વિજીલન્સ કમિશનરને તત્કાળ અસરથી દૂર કરી દેવા જોઇએ અથવા તો તેમણે જાતે જ રાજીનામું આપી દેવું જોઇએ, પરંતુ ચીફ વિજીલન્સ કમિશનરને કાઢો જ કાઢો.

સંઘવીના આરોપનો સીવીસી અથવા તો સરકાર તરફથી કોઇ જ પ્રતિસાદ મળ્યો નહતો. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સીવીસી કે.વી. ચૌધરી રફાલ કેસમાં કોઇપણ જાતની તપાસને ટાળવા કઠપુતળી જેવું વર્તન કરવાની ફરજ પડાઇ રહી છે. ‘CVC  સરકારના પ્રતિનીધી અને સંદેશાવાહક તરીકે કામ કરે છે. તેઓ રાકેશ આસ્થાના માટે લોબીંગ કરે છે. સીવીસી ભુલી ગયા છે કે તેમને જાહેર જનતા માટે તપાસ કરવાની છે.  રાજકીય આકાઓના હાથમાં કઠપુતળી બનવાનું નથી.

કોંગ્રસના નેતાએ કહ્યું હતું કે સીબીઆઇ વિવાદ સબંધીત માધ્યમોમાં જે આવ્યું છે તેના આધારે જ તેઓ તેમના પક્ષના વિચારોને જ પ્રજા સમક્ષ મૂકી રહ્યા છે. ‘લેખીતમાં તમામ આંકડા અને હકીકત અંગે તાત્કાલિક તપાસ થવી જોઇએ તેમજ સીવીસીને દૂર કર્યા પછી તરત જ તેની કાર્યવાહી શરૂ કરવી જોઇએ. જે જે ઘટનાઓ બની હતી તેના પરથી ફલીત થાય છે કે તેઓ સરકારની કઠપુતળી બની ગયા છે ‘એમ તેમણે કહ્યું હતું.

સંઘવીએ શનિવારે જ કહ્યું હતું કે જસ્ટિસ એ.કે.પટનાયકે વર્મા અંગે કરેલા દાવો પછી સરકાર ખુલ્લી પડી ગઇ હતી. પટનાયકે કહ્યું હતું કે તેમણે વર્મા સામેની કમિશનની કોઇ જ ભલામણ જોઇ ન હતી અને પોતાનો અભિપ્રાય આપ્યો પણ નહતો. સંઘવીએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે જેની સામેના આરોપો દૂર કરવા હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો તેવા વિવાદાસ્પદ આસ્થાનાએ કરેલા આક્ષેપોના આધારે પસંદગી સમિતિએ વર્માને દૂર કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments