બેંક સાથે છેતરપિંડીના કેસમાં CBIએ ગાંધીનગરમાં વારિયાબંધુઓની ઓફિસ અને ઘર સહિત 10 સ્થળ પર દરોડા પાડ્યા

0
0

રાજ્યમાં બેંક છેતરપિંડીની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. CBIએ કુલ 525 કરોડ રૂપિયાના છેતરપિંડીના બે કિસ્સામાં અમદાવાદ, ગાંધીનગરમાં 10 સ્થાન પર દરોડા પાડીને દસ્તાવેજો સહિતની ચીજો કબજે કરી છે. CBIએ મેસર્સ વારિયા એલ્યુમિનિયમ પ્રા.લિ.ના MD અને શહેરના સેટેલાઇટ વિસ્તારના આસાવરી ટાવરમાં રહેતા પ્રફુલચન્દ્ર પી.વારિયા, હિમાંશુ પ્રફુલચંદ્ર વારિયા અને સેજલ હિમાંશુ વારિયાના નિવાસ તથા ઓફિસોમાં ચાર જગ્યાએ દરોડા પાડયા હતા, જ્યારે મેસર્સ ગોપાલા પોલિપ્લાસ્ટ લિમિટેડના મનીષ મહેન્દ્ર સોમાની, મનોજ મહેન્દ્ર સોમાણી અને કિશોરીલાલ સોથલિયા અને અજાણ્યા જાહેર સેવકો મળીને પાંચ સ્થાન પર દરોડા પાડીને ત્યાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજો જપ્ત કર્યા છે.

વારિયા કંપનીએ જુદી જુદી બેંકોમાંથી રૂ 452 કરોડ ની લોન લીધી હતી…
વારિયા કોર્પોરેટ બિઝનેસ હાઉસ પ્રાઇવેટ લિમિટેડ, એમ.એસ. વારિયા એલ્યુમિનિયમ પ્રા.લિ. સ્ટેટ દ્વારા બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ નેશનલ બેંક, વિજયા બેંક, બેંક ઓફ બરોડા પાસેથી કુલ 452 કરોડની લોન લેવાઈ હતી, જેમાં બેંકોમાંથી ટમ અને કેશ ક્રેડિટ લોન મેળવી હતી. આ પછી વારિયા

બેંક દ્વારા ઓડિટ રિપોર્ટ તથા ડેબિટ અને ક્રેડિટ રિપોર્ટની તપાસ કરતાં બોગસ રજૂ કરવામાં આવ્યું હતું. આમ, વારિયા એલ્યુમિનિયમ પ્રા.લિ. કંપનીએ બેંકો સાથે કુલ 1452 કરોડની છેતરપિંડી કરી હોવાની CBIમાં ફરિયાદ થઈ હતી, જેના આધારે CBIએ વારિયા એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ તથા તેના ડિરેક્ટરોના નિવાસસ્થાન સહિતનાં સ્થળોએ દરોડા પાડ્યા છે.

72.55 કરોડની ટર્મ લોન અને કેશ ક્રેડિટ ફેસિલિટી મેળવી હતી…
જ્યારે મેસર્સ ગોપાલા પોલિપ્લાસ્ટ લિ., મનીષ મહેન્દ્ર સોમાની, મનોજ મહેન્દ્ર સોમાણી, કિશોરીલાલ સોંથલિયા અને અજાણ્યા જાહેર સેવકોએ બેંક ઓફ બરોડામાંથી વર્ષ 2017થી 2019 દરમિયાન રૂ.72.55 કરોડની ટર્મ લોન અને કેશ ક્રેડિટ ફેસિલિટી મેળવી હતી. બાદમાં કંપની દ્વારા લોનના હપતા નહીં ભરતાં ફોરેન્સિક ઓડિટ કરાવવામાં આવ્યું હતું, જેમાં કંપનીની ઘણી ગેરરીતિઓ બહાર આવી હતી. બાદમાં બેંક ઓફ બરોડાએ CBIમાં ફરિયાદ કરતાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. CBIએ મેસર્સ ગોપાલા પોલિપ્લાસ્ટ લિ.ની નિવાસસ્થાન સહિતની પાંચ જગ્યાએ તપાસ હાથ ધરીને દસ્તાવેજો જપ્ત કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here